જાણવા જેવું : વારંવાર બોલાતો ‘Ok’ શબ્દ એક સમયમાં ઓલ કરેક્ટ કહેવા માટે વપરાતો

- text


1840માં અમેરિકામાં ચૂંટણી માટે ઓકે શબ્દનો ઉપયોગ કરાયો

આપણી બોલચાલની ભાષામાં આપણે ‘Ok’ શબ્દ વારંવાર બોલતા હોઈએ છીએ. સોસીયલ મીડિયામાં ચેટિંગમાં પણ ‘Ok’ શબ્દનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. પરંતુ ‘Ok’ શબ્દ એક સમયમાં ઓલ કરેક્ટ કહેવા માટે વપરાતો હતો. તેમજ 1840માં અમેરિકામાં ચૂંટણી માટે ઓકે શબ્દનો ઉપયોગ કરાયો હતો.

OK શબ્દની ઉત્પત્તિ આશરે 183 વર્ષ પહેલાં થઈ હોવાનું માનવામાં આવે છે. આ શબ્દનો ઉપયોગ અમેરિકન પત્રકાર ચાર્લ્સ ગોર્ડન ગ્રીનની ઓફિસમાંથી થયો છે. વર્ષ 1839માં ચાર્લ્સ ગોર્ડન ગ્રીને કોઈપણ શબ્દની જગ્યાએ રમતિયાળ સંક્ષિપ્ત શબ્દોનો ઉપયોગ કર્યો હતો. વાસ્તવમાં, તે વ્યાકરણ પર વ્યંગાત્મક લેખ હતો. તે 1839માં બોસ્ટન મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત થયો હતો.

- text

OK નો ઉપયોગ સૌપ્રથમ “Oll Correct” માટે સંક્ષેપ તરીકે થયો હતો. આ પછી OW જેવા શબ્દો પણ ઉપયોગમાં આવ્યા. તેનો અર્થ “ઓલ રાઈટ” અથવા ઓલ રાઈટ થતો હતો. વર્ષ 1840માં અમેરિકન રાષ્ટ્રપતિ માર્ટિન વેન બ્યુરેનની પુનઃ ચૂંટણી ઝુંબેશમાં ઓકે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે પછી ‘Ok’ શબ્દ આખી દુનિયામાં લોકપ્રિય થઈ ગયો હતો.

આ ઉપરાંત, વેન બ્યુરેનનું ઉપનામ ઓલ્ડ કિન્ડરહૂક હતું. તેથી જ તેમના સમર્થકોએ ચૂંટણી પ્રચારમાં ઓકે શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ સમય દરમિયાન દેશભરમાં ઓકે ક્લબ્સ બનાવવામાં આવી હતી. આથી, ઓકે એ ટૂંકું સ્વરૂપ છે. હવે OK બે અર્થનો શબ્દ બની ગયો હતો. તેનો અર્થ ઓલ્ડ કિન્ડરહૂક અને ઓલ કરેક્ટ પણ હતો.

- text