રાજ્યમાં ધો.1થી 8ના વિદ્યાર્થીઓને સતત બીજા વર્ષે માસ પ્રમોશન અપાશે

- text


 

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાઈ જાહેરાત

મોરબી : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી આપી છે.

- text

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેનો તા.21/09/2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલું વર્ષ પુરતો મુલતવી રાખવામાં આવશે. આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિમાણ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.

પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્ધિતિય સત્રાંત (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિમાણની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.

- text