હડમતીયાના નકલંગ ધામે 16મીએ ઉજવાશે આઠમો પાટોત્સવ, મુખ્યમંત્રીને પાઠવાયુ આમંત્રણ

- text


 

વરિયા માતાજીનો નવરંગો માંડવો, ડાક ડમરૂ, મેહુલદાસ બાપુની રક્તતુલા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી: હડમતીયા નકલંગ ધામના આંગણે આગામી તારીખ ૧૬ મેના રોજ આઠમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આઠમા પાટોત્સવની સાથે સાથે વરિયા માતાજીનો નવરંગો માંડવો, રાત્રે 9 કલાકે ડાક ડમરૂ, રાત્રે 7 કલાકે ગુરુદેવ મેહુલદાસ બાપુની રક્તતુલાનો કાર્યક્રમ, જેમાં રક્તદાન બપોરે 2 કલાકે શરૂ થશે. સાંજે 6-30 કલાકે મહા આરતી અને મહાપ્રસાદ સાંજે 6:30 કલાકે નકલંગ ધામના આંગણે યોજાશે.

- text

પાટોત્સવ પ્રસંગે હડમતીયા નકલંગ ધામ સેવાયજ્ઞ સમિતિના સભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે. આ માટે વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ પણ કહેવાય કે મુખ્યમંત્રીના હાથમાં પરમ પૂજ્ય પ્રેમદાસ બાપુનો ફોટો પણ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ધર્મોત્સવનો લાભ લેવા સર્વે ભક્તોને જાહેર અનુરોધ કરાયો છે.

- text