મોરબીમાં કાલે મંગળવારથી હનુમાન ચાલીસા કથાનો પ્રારંભ : 12 હજાર ભાવિકો બેસી શકે તેવી વ્યવસ્થા

- text


 

સમગ્ર સભા મંડપ ફૂલો અને ફુગ્ગાથી સજાવાયો : 500થી વધુ કાર પાર્ક કરી શકાય તેવી પાર્કિંગ વ્યવસ્થા

મોરબીઃ આવતીકાલ 26 એપ્રિલથી 2જી મે દરમિયાન મોરબીના રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા શ્રી હનુમાન ચાલીસા કથાનું સૌ પ્રથમ વખત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ રાત્રે 8-30 થી 11-30 કલાક સુધી વક્તા પદે હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) સાળંગપુરધામથી પધારી પોતાની આગવી સંગીતમય શૈલીમાં સુમધુર કથાનું રસપાન કરાવશે. ત્યારે આ કથામાં સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

કથાના સભામંડપમાં એકી સાથે 12 હજાર લોકો બેસી તથા સાંભળી શકે તે પ્રકારની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ૫૦૦થી વધુ કાર પાર્ક થઇ શકે તેવું અલાયદુ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે

સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા યોજાનાર આ કથાનો પ્રારંભ આવતીકાલે 26 એપ્રિલને મંગળવારના રોજ રાત્રે 8-30 કલાકે થશે. રાત્રે 9 કલાકે સંતોના તથા કથાના યજમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય થશે. તારીખ 30 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે અન્નકૂટ ઉત્સવ યોજાશે. ત્યારબાદ 30 એપ્રિલના રોજ રાત્રે 10.30 કલાકે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. જેમાં હનુમાનદાદાને 51 કિલોની કેક ધરવામાં આવશે. 108 કિલો પુષ્પવર્ષાથી હનુમાનજી મહારાજને સંતો ભક્તો દ્વારા વધાવવામાં આવશે. સમગ્ર સભામંડપ ફૂલો અને ફૂગ્ગાથી સજાવવામાં આવ્યો છે. અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેનાના દર્શન થશે. 51 કિલો ચોકલેટ-કેડબરી દાદાને ધરવામાં આવશે. 28 એપ્રિલ ને ગુરુવારના રોજ કથા સ્થળે રાત્રે 8 કલાકેથી 10 કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. 2 મેના રોજ રાત્રે 11-30 કલાકે કથાની પૂર્ણાહુતિ થશે.

- text

સમગ્ર કથાના મહાપ્રસાદના યજમાન અજયભાઈ લોરીયા (ચેરમેન, બાંધકામ સમિતિ, મોરબી જીલ્લા પંચાયત) છે. આ કથાનો મોટી સંખ્યામાં ભક્તોને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

શ્રી હનિમાન ચાલીસા કથાનું લાઈવ પ્રસારણ પણ નીહળી શકાશે. આ કથામાં દર્શનીય સંતો, કથાના યજમાનો, સરકારી અધિકારીઓ, રાજકીય મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

- text