મોરબીના વતની DySPને સરાહનીય કામગીરી બદલ એવોર્ડ અર્પણ

- text


હવે કોઈ બાકી રહ્યા છે એવોર્ડ મેળવવામાં? : ડીજીપીની પ્રશંસાભરી ટકોર

ટંકારા : ગાંધીનગર‌ પોલિસ અકાદમી કરાઈ ખાતે અલંકરણ સમારોહ “DGP’s Commendation Disc-2020” નો એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં રાજ્યના ડીજીપીના હસ્તે નાયબ પોલિસ અધિક્ષકને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વર્ષ- 2020માં પોલીસ વિભાગની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ બદલ કમીટી દ્વારા “DGP’s Commendation Disc” એવોર્ડ એનાયત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ગત તા.8ના રોજ 3:30 કલાકે ગુજરાત પોલીસ અકાદમી,નવા વિદ્યાભવન,ઓડીટોરીયમ,કરાઈ ખાતે રાખવામાં આવેલ હતો.જેમાં હાલ સ્ટેટ મોનિટરીંગ સેલના નાયબ પોલિસ અધિક્ષક અને સૌરાષ્ટ્રના મોરબી જીલ્લાના વતની કે.ટી.કામરીયાને ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ કમિટી દ્વારા પસંદગી પામતા રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યનાં પોલિસ વડા ડીજીપી આશિષ ભાટીયા કે.ટી.કામરીયાને એવોર્ડ અર્પણ કરતા બોલી ઉઠ્યા હતા કે ” હવે કોઈ બાકી રહ્યા છે એવોર્ડ મેળવવામાં..? ” ત્યારે ગુજરાત રાજ્યના ડીજીપીની પ્રશંસાની ટકોરથી પોલિસફોર્સને વધુ સારી કામગીરી કરવાની પ્રેરણા મળી હતી.

- text

- text