ભરતનગર અને બેલા ગામથી ખોખરા હનુમાન રામકથામાં જવા માટે બસ સેવા શરૂ

- text


મોરબી : ગુજરાતની સૌથી ઉંચી હનુમાનની મૂર્તિના અનાવરણ પ્રસંગે ખોખરા હનુમાન હરિહરધામ ખાતે રામકથા યોજાઇ છે.જેમાં ભરતનગર અને બેલા ગામેથી કથા શ્રવણ કરવા આવનાર લોકો માટે બસ સુવિધા શરૂ કરવામાં આવી છે.

ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કનકેશ્વરીદેવી રામકથા રસપાન કરાવે છે.રામકથા શ્રોતાગણ માટે ખાસ બસ સુવિધા શરૂ કરવામાં આવી છે.જેમાં બેલા અને ભરતનગર ગામથી કથાસ્થળ સુધી અને કથાસ્થળથી બેલા અને ભરતનગર ગામ સુધી જવા માટે સર્વોપરી સ્કૂલ દ્વારા બસ સેવા શરુ કરવામાં આવી છે આ બસ સેવા કથાના તમામ દિવસો માટે શરૂ કરવામાં આવી છે. બેલા ગામથી સર્વોપરી સંકુલ બસ નંબર – 8 તેમજ ભરતનગર ગામથી સર્વોપરી સંકુલ બસ નંબર-1 સવારે 8:15 થી સતત ચાલતી રહેશે.

- text

- text