મોરબીમાં ભાજપના સ્થાપના દિને આગેવાનના ઘરે બીજેપીનો ધ્વજ લહેરાવી ઉજવણી

- text


ભાજપના શહેરના હોદેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા

મોરબી : 1980માં સ્થાપેલ ભારતીય જનતા પક્ષના 42માં સ્થાપના દિવસ નિમિત્તે મોરબી શહેરમાં અગ્રણી ભાજપ નેતાના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના શહેરના હોદેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આજે તા. 6ના રોજ ભારતીય જનતા પાર્ટીનો 42મો સ્થાપના દિવસ છે. ત્યારે મોરબી શહેરમાં આવેલા વોર્ડ નંબર ચારમાં મોરબી જીલ્લા ઓ.બી.સી. મોરચાના ઉપપ્રમુખ હર્ષદભાઇ વામજાના નિવાસસ્થાન ઉપર કમળના ચિહનવાળો કેસરી અને લીલા રંગનો ભાજપનો ઝંડો ફરકાવ્યો હતો.

આ તકે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ ઝારીયા, મોરબી જીલ્લાના મહામંત્રી જયુભા જાડેજા, મોરબી શહેર મંત્રી ભાવેશભાઈ કણજારીયા, રીષીપભાઇ કૈલા, વોર્ડ નં. ચારના પ્રભારી જીતુભાઈ પટેલ, વોર્ડ નં. ચારના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, કાઉન્સિલર મનસુખભાઈ બરાસરા, ગીરીરાજસિંહ ઝાલા, મનીષાબેન સોલંકી, વોર્ડ પૃમુખ રમેશભાઈ ભરવાડ તેમજ મોરબી શહેર ભાજપ પરીવારના સભ્યો, જુદા-જુદા સંગઠન મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.

- text

- text