માળીયાના નવાગામમાં બાબાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


માળીયા : માળીયા પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલવવાનું ચાલુ રાખી ગઈકાલે નવાગામથી મેઘપર જવાના રસ્તે મચ્છુ નદીમાં ધમધમતી બાબા નામના શખ્સની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસે નવગામથી મેઘપર જવાના રસ્તે મચ્છુ નદીના પટ્ટમાં દરોડો પાડી મહમદ હનીફ ઉર્ફે બાબો રાયબભાઇ જેડા રહે.નવાગામ વાળાની દેશી દારૂ બનાવવાની ચાલી ભઠ્ઠી ઉપર દરોડો પાડી ગરમ, ઠંડો આથો ૨૪૦૦ લીટર, દેશી દારૂના કેન સહિત દારૂ લીટર 25, પાતળી નળી સહિત કુલ રૂપિયા 5700નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text