મોરબીના જાંબુડિયા નજીક વિદેશી દારૂની 30 બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિધ્ધિ સોસાયટીમાંથી મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂની 30 બોટલ સાથે યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલી ધર્મસિધ્ધિ સોસાયટીમાંથી તાલુકા પોલીસે દરોડો પાડી ઓફસેટ પ્રિન્ટીંગનો ધંધો કરતા રજનીકાંત બાબુભાઇ ચૌહાણ, ઉ.27, રહે. હાલ-જાંબુડીયા, ધર્મસિધ્ધી સોસાયટી,મુળ રહે. બાઘી નારણકા, તા.પડધરી, જી.રાજકોટ વાળાને મેકડોવેલ્સ નં.1 સુપર વ્હીસ્કીની બોટલ નંગ-30 કિંમત રૂ.11,250 સાથે ઝડપી લઈ તાલુકા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી

- text