મોરબીમા મશ્કરીમાં મિત્ર – મિત્રો વચ્ચે છરી ઉડી : સામસામી ફરિયાદ

- text


એક મિત્રએ ઉભું રહેવાનું કહ્યું તેમાં ઉભા ન રહી ગાળા ગાળી કરતા વાત હુમલા સુધી પહોંચી

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર મિલન પાર્ક નજીક ત્રણ મિત્રો વચ્ચે મશ્કરી કરવા અને ગાળો બોલવા જેવી બાબતે ઝઘડો થયા બાદ વાત વણસતા એક મેક ઉપર છરી વડે હુમલો કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી મહેન્દ્રપરા શેરી નં.૧૪માં ખ્વાજા પેલેસથી આગળ રહેતા
સાહિલ રફિકભાઇ સેડાતે ઇરફાન યાસીનભાઇ કટીયા રહે.લાતી પ્લોટ અને રીયાજ રમજાનભાઇ સોઢા વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જાહેર કરાયું છે કે ગઈકાલે સાહિલ વાવડી રોડ ઉપર આવેલ મિલન પાર્કમાં ક્રિષ્ના પાન વાળી શેરીમાંથી પસાર થયો ત્યારે તેના મિત્ર એવા બન્ને આરોપીઓએ બોલાવતા ઉભો ન રહેતા ગાળો આપી ઝપાઝપી કરી ઇરફાને છરીના ઘા ઝીકી દીધા હતા. આ મામલે પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ.૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

- text

જ્યારે સામાપક્ષે ઇરફાનભાઇ યાસીનભાઇ કટીયા, રહે. હાલ લુક્સ ફર્નિચરની બાજુમા લાતી પ્લોટ શેરી નં ૦૮ મોરબી મુળ નવાગામ તા માળીયા વાળાએ
સાહીલ રફીકભાઇ સેડાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, એકબીજાની મજાક મશ્કરી કરતા હતા તે વખતે સાહિલ ભુંડી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા ઢીકાપાટુનો મુંઢ માર મારી છરીનો એક ઘા મારી ફેફસાના ભાગે ગંભીર ઇજા પોંહચાડી હતી.આ અંગે પોલીસે આરોપી સાહિલ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૩૨૬ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text