મોરબી જિલ્લામાં 20570 વિદ્યાર્થીઓ આપશે ધો.10, 12ની પરીક્ષા

- text


જિલ્લાની કુલ 75 બિલ્ડીંગના 787 બ્લોકમાં બોર્ડની પરીક્ષાનું આયોજન

મોરબી : રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ આગામી તા.28 માર્ચના રોજથી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. આ બોર્ડની પરિક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ-ડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની કુલ 75 બિલ્ડીંગના 787 બ્લોકમાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લાના કુલ 20570 વિદ્યાર્થીઓ ધો.10, 12ની પરીક્ષા આપશે.

મોરબી જિલ્લાના કુલ 12844 વિદ્યાર્થીઓ ધો.10 બોર્ડની પરીક્ષા આપશે અને જિલ્લાના કુલ 47 બિલ્ડીંગના 468 બ્લોકમાં એસએસસી એક્ઝામનું આયોજન કરાયું છે. જેમાં મોરબી તાલુકાની 19 બિલ્ડીંગના 22 બ્લોક, હળવદ તાલુકાની 11 બિલ્ડીંગના 103 બ્લોક, ટંકારા તાલુકાની 6 બિલ્ડીંગના 53 બ્લોક,વાંકાનેર તાલુકાની 8 બિલ્ડીંગના 85 બ્લોક અને માળીયા તાલુકાની 3 બિલ્ડીંગના 25 બ્લોકનો સમાવેશ થાય છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહની મોરબી જિલ્લાના કુલ 6227 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને મોરબી જિલ્લાની 20 બિલ્ડીંગના 219 બ્લોકમાં એચએસસી બોર્ડ એટલે કે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાશે. જેમાં મોરબી તાલુકાની 10 બિલ્ડીંગના 110 બ્લોક, હળવદ તાલુકાની 5 બિલ્ડીંગના 50 બ્લોક, ટંકારા તાલુકાની 2 બિલ્ડીંગના 20 બ્લોક તેમજ વાંકાનેર તાલુકાની 3 બિલ્ડીંગ 39 બ્લોકનો સમાવેશ થાય છે.

- text

આ ઉપરાંત કે ધો.12 વિજ્ઞાન પ્રવાહની મોરબી જિલ્લાના કુલ 1499 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને જિલ્લાની કુલ 8 બિલ્ડીંગના 100 બ્લોકમાં એચએસસી બોર્ડ એટલે કે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે. જેમાં મોરબી તાલુકાની 5 બિલ્ડીંગના 63 બ્લોક, હળવદ તાલુકાની 2 બિલ્ડીંગના 20 બ્લોક અને  વાંકાનેરની 1 બિલ્ડીંગના 17 બ્લોકનો સમાવેશ થઈ ગયો છે. બોર્ડની પરીક્ષા માટે તંત્રએ આ પ્રકારની તમામ તૈયારીઓ કરી લીધી છે. સામે વિદ્યાર્થીઓ પણ તણાવમુક્ત બનીને પરીક્ષા આપવા સજ્જ થઈ રહ્યા છે. હજુ શાળાઓ આખરી રિવિઝન ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ શાળા અને ટ્યુશનમાં કોચિંગની સાથે ઘરે પણ સખત મહેનત કરી રહ્યા છે. જ્યારે અમુક વિદ્યાર્થીઓ તણાવમાં આવી જતા શિક્ષકો ઉપરાંત નિષ્ણાત દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

- text