મોરબીમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં અનિયમિતતા બદલ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ

- text


 

2 દિવસમાં નગરપાલિકાના તમામ વાહનો પરત કરવાનો આદેશ : હવે પાલિકા જાતે ડોર ટુ ડોર કલેકશન કરશે

મોરબી : મોરબીમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં અનિયમિતતા બદલ પાલિકાએ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. આ સાથે 2 દિવસમાં નગરપાલિકાના તમામ વાહનો પરત કરવાનો પણ એજન્સીને આદેશ આપવામાં આવ્યો છે.

- text

મોરબી પાલિકાએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનો કોન્ટ્રાકટ ધરાવતી શ્રીજી એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરી દીધો છે. આ અંગે નગરપાલિકાએ નોટિસમાં જણાવ્યુ છે કે તા.3/05/2018ના રોજ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી 3 વર્ષ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જે કોન્ટ્રાકટ 30/04/2021ના રોજ પૂરો થયો હતો. ત્યારબાદ એક વર્ષ માટે એટલે કે 30/04/2022 સુધી લંબાવવામાં આવ્યો હતો. પરંતુ વારંવાર લોકોની ફરિયાદ તથા અનિયમિત કામના કારણે હાલનો કોન્ટ્રાકટ રદ કરી દેવામાં આવે છે. તેથી તાત્કાલિક અસરથી નગરપાલિકાના તમામ વાહન જે સ્થિતિમાં આપવામાં આવ્યા હતા. તે સ્થિતિમાં દિવસ બેની અંદર નગરપાલિકાને પરત કરવાના રહેશે. હવે પછી ડોર ટુ ડોર કલેકશનની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

- text