મોરબીમાં વયોવૃદ્ધને હનીટ્રેપમાં ફસાવવાના પ્રકરણમાં 4 આરોપી બે દિવસના રીમાન્ડ ઉપર

- text


 

મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને ફ્લેટ ખરીદવાને બહાને હનીટ્રેપમાં ફસાવી તેમનું અપહરણ કરી 22 લાખ જેવી માતબર રકમ પડાવી લેનાર બે મહિલા સહિતના કુલ છ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. આ છ પૈકી 4 પુરુષ આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

- text

મોરબી શહેરના રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને રામધન આશ્રમ સામે રામેશ્વર હાઇટ્સમાં ફ્લેટ હોય આ ફ્લેટ ખરીદ કરવાના બહાને છ શખ્સોની ટોળકી દ્વારા ફસાવવામાં આવ્યા હતા. બળજબરીથી તેઓ પાસેથી રૂ. 22 લાખ પડાવી લીધા હતા.આ કેસમાં પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આરોપીઓને મુદ્દામાલ રિકવર કરવા અર્થે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી રહે. રામેશ્વર હાઇટસ, રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર, અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ રહે. મોરબી વાવડીરોડ, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળ રહે. ચોટીલા જિ. સુરેન્દ્રનગરના બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

- text