મોરબીની પી.જી. પટેલ કોલેજની વિદ્યાર્થીની બી.કોમ સેમ-3માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ

- text


 

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની સોનાગ્રા જસવંતી માલાભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ બી.કોમ સેમ -3નાં પરિણામમાં ૮૭.૧૪ % મેળવીને સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને અભૂતપૂર્વ કહી શકાય તેવી સિદ્ધિ મેળવીને કોલેજનું, પરિવારનું તેમજ સમગ્ર મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત આજ કોલેજની વિદ્યાર્થીની કોટેચા હેલી પરાગભાઈ એ મોરબી જિલ્લામાં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

- text

વિધાર્થીની સોનાગ્રા જસવંતી માલાભાઈએ કોસ્ટ એકાઉન્ટિંગવિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. આમ મોરબી જીલ્લા પ્રથમ અને દ્વિતીય બંને ક્રમે પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓ રહી હતી. આ તકે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા પી.જી.પટેલ કોલેજના સમગ્ર સ્ટાફગણે સોનાગ્રા જસવંતીએ મેળવેલ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી.

- text