પીજીવીસીએલની સબ ડિવિઝન કચેરીઓમાં સવારે 9થી રાત્રીના 9 સુધી બિલ ભરી શકાશે

- text


 

મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને વાંકાનેરની તમામ પેટા વિભાગીય કચેરીમાં આ સુવિધા શરૂ

મોરબી : બીલ ભરવા માટે ગ્રાહકોને સરળતા રહે તે માટે પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરી દ્વારા 31 માર્ચ સુધી પેટા વિભાગીય કચેરીઓમાં સવારે 9 થી રાત્રે 9 સુધી બીલબારી ખુલ્લી રાખવાની વ્યવસ્થા કરી છે. મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને વાંકાનેરની તમામ પેટા વિભાગીય કચેરીમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

વીજ ગ્રાહકો પોતાનું લાઈટ બીલ સરળતાથી ભરપાઈ કરી શકે તે માટે પીજીવીસીએલ દ્વારા નાણાકીય વર્ષ 2021-22 ના અંતિમ માસને ધ્યાનમાં રાખીને 31 માર્ચ 2022 સુધી સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી તમામ પેટા વિભાગીય કચેરીઓમાં નાણાં વસુલવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

- text

અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે દરેક ગ્રાહકોને પોતાના લાઈટ બીલના નાણા તેમજ બાકી રહેતી રકમ સમયસર ભરપાઈ કરવા માટે અપીલ કરવામાં આવે છે. પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીઓ ખાતે નાણા ભરપાઈ કરવા ઉપરાંત ગ્રાહકો ઘેર બેઠા ઓનલાઈન પણ બીલના નાણા ભરપાઈ કરી શકે છે. તેમ પીજીવીસીએલની મોરબી વર્તુળની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text