વાંકાનેરમાં કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં “રામહાટ” ખુલ્લો મુકાયો

- text


“રામહાટ”દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી શાળામાં જ મળી રહેશે

વાંકાનેર : કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં ” રામહાટ” ની રીનોવેશન સાથે શરૂઆત કરવામાં આવી હતી.આ “રામહાટ” બાળાઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.તથા શાળાના શિક્ષકોએ “રામહાટ”ના ઉપયોગ વિષે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં ખોયા-પાયા સ્ટોલ,સહાયપાત્ર,સાબુબેન્ક વગેરે જેવી મૂલ્યલક્ષી પ્રવૃતિઓ પણ ઘણા વર્ષોથી ચાલુ છે.તાથી બાલાઓમાં બાળપણથી જ પ્રામાણિકતા જેવા મૂલ્યોનો વિકાસ કરી શકાય.

કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં ” રામહાટ” ની રીનોવેશન સાથે શરૂઆત કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પ્રામાણિકતા જેવા મૂલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુ માટે વાંકાનેર તાલુકાની કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 1ની બાળાઓના હસ્તે “રામહાટ” ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

- text

“રામહાટ”નો ઉપયોગ કેવી રીતે કરવો? તેનું માર્ગદર્શન શાળાના શિક્ષકોએ આપ્યું હતું.શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે,આ “રામહાટ”દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી શાળામાં જ મળી રહેશે અને સાથે વસ્તુઓની કિંમત જોઈ જાતે જ તેટલા રૂપિયા ત્યાં બોક્સમાં મૂકી દેવાના હોવાથી વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પ્રામાણિકતા જેવા મૂલ્યોનો વિકાસ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં ખોયા-પાયા સ્ટોલ,સહાયપાત્ર,સાબુબેન્ક વગેરે જેવી મૂલ્યલક્ષી પ્રવૃતિઓ પણ ઘણા વર્ષોથી ચાલુ છે.

- text