ટંકારા તાલુકા ભાજપ અનુસુચિત જાતિ મોરચોના હોદેદારોની વરણી કરાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકા અનુસુચિત જાતિ મોરચોના ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ,ઉપપ્રમુખ,મંત્રી, કારોબારી સભ્યો વગેરેની નિમણુંક કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટી-મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાની સુચના અને સાંસદ મોહનભાઇ કુંડારીયાના માર્ગદર્શન મુજબ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કીરીટભાઇ અંદરપા દ્વારા ટંકારા તાલુકા અનુસુચિત જાતિ મોરચોના પદાધીકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે ભગવાનજીભાઈ દેવજીભાઈ ચાવડા,મહામંત્રી તરીકે ભીખાભાઈ ડાયાભાઈ પઢીયાર,મહામંત્રી તરીકે જયંતિભાઈ બી. મકવાણા,ઉપપ્રમુખ કેતનભાઈ શંકરભાઈ ચૌહાણ અને ધીરજભાઈ ઘેલાભાઈ ચાવડા,મંત્રી તરીકે કૌશીકભાઈ હિરાભાઈ પારીયા,સુરેશભાઈ નથુભાઈ પરમાર,નરશીભાઈ ચકભાઈ સારેસા અને વિજયભાઈ નાનજીમાઈ સોલંકી,કોષાધ્યક્ષ તરીકે જેઠાભાઈ મુળજીભાઈ ચૌહાણની નિમણુંક કરવામાં આવી હતી.

- text

કારોબારી સભ્યોમાં મનજીભાઇ માવજીભાઈ પરમાર,વશરામભાઇ વાલજીભાઇ ચાવડા,ચિરાગભાઈ વિનુભાઈ સારેસા,રાવજીભાઈ ભલાભાઈ ચાવડા,કેશવજીભાઇ પ્રેમજીભાઈ મકવાણા,હિમાંશુભાઈ નરેશભાઈ રાઠોડ,જ્યંતિભાઈ મોતીભાઈ ડાભી,રમેશભાઈ મોતીભાઈ ચૌહાણ,જ્યંતિભાઈ ડાયાભાઇ પારઘી,દિનેશભાઈ અજાભાઇ પરમાર,શૈલેષભાઇ પ્રવીણભાઈ પંચાલ અને ભરતભાઈ ગણેશભાઈ સોલંકીની નિમણુંક કરવામાં આવી હતી.

- text