મોરબીમાં નાના માણસોને ઓફલાઈન બાંધકામ મંજૂરી એક ઝાટકે બંધ કરી દેતા ચીફ ઓફિસર

- text


હવે તમામ બાંધકામ મંજૂરી ઓનલાઇન કરાતા નાના ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : જીડીસીઆરના નિયમોની ઐસીતૈસી કરી મોરબીમાં મોટાભાગના બાંધકામો ગેરકાયદેસર રીતે ખડકાઈ રહ્યા છે ત્યારે મોરબીમાં મુકાયેલા નવા ચીફ ઓફિસરે અચાનક જ એક જ ઝાટકે નાના અને ગરીબ મધ્યમવર્ગીય પરિવારોને અગાઉ આપવામાં આવતી ઓફલાઈન બાંધકામ મંજૂરી બંધ કરી દેતા ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

મોરબી નગરપાલિકાના સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકાના અગાઉના ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયા દ્વારા બાંધકામ મંજૂરી મામલે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને માનવતાના ધોરણે ઓફલાઈન બાંધકામ મંજુર કરી આપવામાં આવતા હતા જેથી કરીને આવા નાના માણસોને બેન્કોમાંથી સરળતાથી લોન મળી રહેતી.

- text

જો કે, મોરબી નગરપાલિકામાં નવા આવેલા ચીફ ઓફિસરે ટાઉન પ્લાનિંગ સહિતના વિભાગોમાં સામુહિક બદલીનો ઘાણવો કાઢી નવા કર્મચારીની નિમણુંક કરવાની સાથે આગાઉ નાના 125 ચોરસ મીટરના બાંધકામોને માનવતાના ધોરણે આપવામાં આવતી ઓફલાઈન બાંધકામ મંજૂરી એક ઝાટકે બંધ કરવા હુકમ કરતા હવે અસંખ્ય ગરીબ માધ્યમ વર્ગીય પરિવારો બાંધકામ મંજૂરી મામલે મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે.

- text