મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબેલી ઉજવશે

- text


વિશ્વ ગ્રાહક સપ્તાહ તરીકે ઉજવણી કરી કર્મનિષ્ઠ કર્મચારી – પ્રમાણિક વેપારીઓનું સન્માન કરાશે

મોરબી : મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને 25 વર્ષ પૂર્ણ થતા ‘‘વિશ્વ ગ્રાહક સપ્તાહ” નિમિત્તે ગ્રાહક સેમીનારનું આયોજન કરી સંસ્થાના “સિલ્વર જ્યુબેલી” વર્ષ નિમિતે મોરબી જિલ્લાની ગૌરવવંતી વ્યક્તિઓ તેમજ કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓનું સન્માન સાથે એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના 25 વર્ષ પૂર્ણ “વિશ્વ ગ્રાહક સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે. ગ્રાહક જાગૃતિ સેમિનારના સન્માન સમારોહમાં જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમનું ઉદ્ઘાટક જે. બી. પટેલ(આઇ.એ.એસ. જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ -મોરબી) ના હસ્તે કરવામાં આવશે.પ્રમુખ સ્થાને રમાબેન માવાણી(પૂર્વ સાંસદ અને પ્રમુખ ગ્રાહક સુરક્ષા મંડળ – રાજકોટ જિલ્લો),રતનબેન ગુરૂ,ભાવેશ્વરીબેન(કથાકાર, રામધન આશ્રમ, મોરબી.) આશિર્વચન આપશે.

સને ૧૯૬૨માં અમેરિકામાં સૌ પ્રથમ ગ્રાહક ચળવળનો પ્રારંભ થયો ને તે સમયના અમેરિકાના પ્રમુખ જહોન કેનેડીએ ગ્રાહકના અધિકારોના ચાર્ટર તા.૧૫મી માર્ચ-૧૯૬૨ના દિને સહી કરી ત્યારથી ગ્રાહકોને કાયદેસરના આઠ અધિકારો પ્રાપ્ત થયા છે.જેમાં ગ્રાહકના અધિકારો માહિતી પ્રાપ્ત કરવાનો અધિકાર,પસંદગી કરવાનો અધિકાર,સલામતીનો અધિકાર,રજુઆત કરવાનો અધિકાર,વળતર મેળવવાનો અધિકાર,ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર,તંદુરસ્ત પર્યાવરણનો અધિકાર,પાયાની જરૂરીયાતો મેળવવાનો અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

- text

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની ઓફિસ ૧૧૬-ટ્રેડ સેન્ટર, વી.સી. હાઇસ્કૂલ પાછળ, મોરબી-૩૬૩૬૪૧ ખાતે 25 વર્ષની ઉજવણી નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રાથમિક વેપારી એવોર્ડ સન્માન સમારોહ અને પ્રદર્શન આગામી તા.17ને ગુરુવારના રોજ સવારે 10 થી 12 કલાકે દશાશ્રીમાળી જૈન વણિક ભોજન શાળા બેન્ક ઓફ બરોડા સામે, જુના બસ સ્ટેશન પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યો છે.વધુ માહિતી માટે મો.: ૯૮૨૫૭ ૯૦૪૧૨ પર સંપર્ક કરવા મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા,મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ,મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી રામભાઈ મહેતાએ લોકોને અનુરોધ કર્યો છે.

- text