મોરબી પાલિકાએ વેરો ન ભરનાર રેન્જ ફોરેસ્ટ, નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના વધુ 5ને ફટકારી મિલકત જપ્તીની નોટિસ

- text


અગાઉ નોટિસ ફટકારી 15 દિવસનો સમય અપાયો છતાં રૂ. 61 લાખ જેટલો બાકી વેરો જમા ન થતા હવે મિલકત જપ્તીની તૈયારી આદરી

મોરબી : મોરબી પાલિકાના નવા ચીફ ઓફિસરે બાકી વેરાની વસુલાત માટે છેડેલું અભિયાન દિન પ્રતિદિન વેગ પકડી રહ્યું છે. જેમાં આજે પણ પાલિકાએ 2 સરકારી વિભાગ સહિતના કુલ 5 આસામીઓને નોટિસ ફટકારી હોવા છતાં રૂ. 61 લાખનો બાકી વેરો જમા ન થતા હવે મિલકત જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે.

મોરબી પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ માર્ચ એન્ડિંગને ધ્યાને લઈને વર્ષોથી વેરો ન ભરનાર આસામીઓ સામે લાલ આંખ કરી છે. ગઇકાલે તેઓએ તેઓએ રૂ. 1.27 કરોડનું બાકી લેણું વસૂલવા માટે ત્રણ સરકારી વિભાગ મળી કુલ 5 આસામીઓને મિલકત જપ્તીની નોટિસ ફટકારી હતી. ત્યારબાદ આજે પણ તેઓએ 2 સરકારી વિભાગો સહિત કુલ 5 આસામીઓને મિલકત જપ્તીની નોટિસ આપી છે.

- text

બાકીદારોની વિસ્તૃત વિગતો જોઈએ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદન સંઘ દ્વારા રૂ. 8 લાખનો બાકી વેરો ભરવામાં આવ્યો નથી. જ્યારે મોરબી વેજીટેબલ પ્રા.લી.ના વેરા પેટે રૂ. 8.36 લાખ બાકી છે. રમણિક લાલ ઉમિયા શંકર ( ગૌશાળા રોડ)ના રૂ. 18 લાખ બાકી છે. જ્યારે રેન્જ ફોરેસ્ટ ઓફીસ કચેરીના રૂ. 18 લાખો બાકી છે. અને નાયબ કાર્યપાલક ઈજનેરના રૂ.8.56 લાખ બાકી છે. કુલ બાકી 61 લાખના વેરાની વસુલાત માટે પાલિકા તંત્રએ અગાઉ નોટિસ આપી આસામીઓને 15 દિવસનો સમય આપ્યો હતો. પણ આસામીઓએ કોઈ મચક ન આપતા હવે પાલિકાએ મિલકત જપ્તી કરવાની તૈયારીઓ આદરી છે.

- text