‘પરિક્ષા કે આગે, જુકેંગે નહીં’ની ભાવના સાથે વનાળીયા શાળામાં ધો.10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

- text


શાળા તરફથી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તેમજ પરીક્ષા કીટ ભેટ સ્વરૂપે અપાયા

મોરબી : આજ રોજ સરકારી માધ્યમિક શાળા – વનાળીયા ખાતે શાળા પરિવાર દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો તેમજ પરીક્ષા કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતાં.અંતે પરિક્ષા કે આગે, જુકેંગે નહીં.’ ની ભાવના સાથે વર્ગનો સમુહ ફોટો લઇ આ યાદોને કાયમી કરી હતી.

- text

આજ રોજ તા.12ને શનિવારના રોજ સરકારી માધ્યમિક શાળા – વનાળીયા ખાતે શાળા પરિવાર દ્વારા આયોજીત ધોરણ-10ના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આમંત્રણને માન આપી ચંદુભાઈ દેકાવાડિયા તેમજ ગામના સરપંચ અબુભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાના શિક્ષક એમ.એચ.દેથરિયા, તેમજ શાળાના શિક્ષક યુ.એસ.ઝાલા દ્વારા પ્રસંગોચીત લાગણી વ્યક્ત કરી ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.ત્યારબાદ વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો તેમજ પરીક્ષા કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતાં. શાળાના આચાર્ય વી.બી.જાની દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.ઉત્સાહભેર પધારેલ સંજયભાઈ દેકાવાડિયાએ વિદ્યાર્થીઓને ચા-નાસ્તો કરાવ્યો હતો.અંતે પરિક્ષા કે આગે, જુકેંગે નહીં.’ ની ભાવના સાથે વર્ગનો સમુહ ફોટો લઇ આ યાદોને કાયમી કરી હતી.વિદ્યાર્થીઓ દ્વારા શાળાને ભેટ આપવામાં આવી હતી. ખાસ સમય ફાળવી હાજર રહેલ સી.આર.સી.કો. કાલરિયાભાઈ પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં સહભાગી થયા હતાં.

- text