હળવદમાં ગટર મિશ્રિત ગંદા પાણીનું વિતરણ

- text


 

ધનપરા વિસ્તારમાં વહેલી તકે સમસ્યા દૂર કરવા રહેવાસીઓની માંગ

હળવદ : હળવદ શહેરમાં આવેલ વોર્ડ નંબર-૧ના ધનપરા વિસ્તારમાં પાછલા ઘણા સમયથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોવાથી આ વિસ્તારના લોકોને ન છૂટકે ગંદુ પાણી પીવા મજબૂર થવું પડી રહ્યું છે. જેથી પાલિકાતંત્ર વહેલી તકે આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા હલ કરે તેવી માંગ ઉઠાવી છે.

હળવદના મોટાભાગના વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી પાલિકા તંત્ર દ્વારા પુરૂ પાડવામાં આવી રહ્યું છે સાથે જ શહેરમાં ભૂગર્ભગટરના કારણે અવારનવાર પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળી જતું હોવાના કારણે દૂષિત પાણી લોકોના ઘર સુધી પહોંચતું હોવાની ફરીયાદો સામે આવતી હોય છે ત્યારે આવી જ સમસ્યા શહેરના ધનપરા વિસ્તારના લોકો હાલ ભોગવી રહ્યા છે.

- text

અહીંના વિસ્તારના લોકોના ઘરે પાણી તો આવે છે પરંતુ પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જતું હોવાના કારણે આ વિસ્તારના લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે વધુમાં મહિલાઓ જણાવી રહી છે કે અહીં અવાર નવાર ગટર ઉભરાતી હોવાના કારણે દૂષિત પાણી ઘરના ફળિયામાં પણ ભરાઇ ભરાઈ જાય છે. પાલિકા તંત્રને આ બાબતે મૌખિક અનેકવાર રજુઆતો કરવામાં આવે છે પરંતુ આ સમસ્યા આજ દિન સુધી હલ થઈ નથી જેથી પાલિકા તંત્ર વહેલી તકે શુદ્ધ પાણીનું વિતરણ કરે તેવી માંગ ઉઠાવી છે. જેથી હવે જોવાનું એ રહ્યું કે ધનપરા વિસ્તારના લોકોની સમસ્યાનો પાલિકાતંત્ર ક્યારે નિવેડો લાવે છે ?

- text