આને મંદી નો નડે ! માળીયા નજીક તસ્કરો હેવી વીજ લાઈનનો દોઢ કિલોમીટર લાંબો વાયર ઉતારી ગયા

- text


સોનગઢથી રાયસંગપર વચ્ચે તસ્કરોએ બે લાખથી વધુ કિંમતના વીજ વાયરની ચોરી કરવા મામલે ફરિયાદ

માળીયા : માળીયા મિયાણા તાલુકાના સોનગઢ રાયસંગપર વચ્ચે પીજીવીસીએલ કંપનીની હેવી વીજલાઈનમાંથી તસ્કરો 33 થાંભલાના ગાળામાંથી અંદાજે દોઢેક કિલોમીટર લંબાઈનો બે લાખથી વધુ કિંમતનો એલ્યુમિનિયમ વાયર ચોરી કરીને લઈ જતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ચોરીના આ બનાવ અંગે પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી દેવજીભાઇ ખોડીદાસભાઇ હડીયલ દ્વારા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવાયું છે કે, સોનગઢથી રાસંગપરના પાટીયા સુધીમા હેવી વીજ લાઇનના ૩૩ ગાળાના અંદાજે ૧.૫ કી.મી.લંબાઈમાંથી તસ્કરો કુલ-૪.૬૩૫ કીમી લાંબા વીજ વાયર કિંમત રૂપિયા 2,04,834ની કોઇ અજાણ્યા માણસો ચોરી કરી ગયા છે.

- text

આ બનાવ અંગે માળીયા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ધી ઇન્ડીયન ઇલેકટ્રીસીટી એકટ-૨૦૦૩ ની કલમ-૧૩૬ મુજબ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text