રાજ્યકક્ષાના એથલેટિકસ મીટમાં વરડુસર પ્રાથમિક શાળાએ વધુ એક વખત ડંકો વગાડ્યો

- text


સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની ટોપ ટેનમાં સ્થાન પામી

મોરબી : આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વરડુસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ટોપ ટેનમાં સ્થાન પામી હતી.

- text

વરડુસર પ્રાથમિક શાળાએ બીજી સફળતા મેળવી છે.એથલેટિકસ મીટ- ૨૦૨૨માં બ્રોડ જમ્પમાં શાળાની વિદ્યાર્થીની ટોપ ટેનમાં સ્થાન પામી હતી.
સમગ્ર મોરબી જિલ્લો અને વરડુસર પ્રાથમિક શાળાનું ગૌરવ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર,વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગુજરાત સ્ટેટ એથલેટિકસ એસોસિએશનના સહયોગથી રાજ્યકક્ષાની અંડર-૧૧ એથલેટિકસ મીટ- ૨૦૨૨માં અંડર – ૯ બહેનોમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સેવારીયા જાહલ હમીરભાઇ એ નવમાં ક્રમે સ્થાન મેળવેલ હતું.તેણીની સફળતા બદલ શાળાના આચાર્ય પંકજભાઈ સી.ધામેચા અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text