સરસ્વતીના સાધકને લક્ષ્મીજીની કૃપાની આશા ! નાકથી વાંસળી વગાડતા કિશનભાઈ મોરબીમાં

- text


વાંસળી વગાડીને પરિવારનું ગુજરાન ચલાવતા અદના કલાકારને કોરોના કાળમાં દેવું વધી જતાં હવે કલાના કામણથી રોજગારીની ગાડી ફરી પાટે ચડે તેવી આશા

મોરબી : કલા એ કુદરતીની અનોખી બક્ષિસ છે. કલાના માધ્યમથી રાંક પણ કાદવમાં કમળની જેમ ખીલી ઉઠે છે. આવી રીતે કુદરતે સુરેન્દ્રનગરના સામાન્ય પરિવારના વ્યક્તિને કુદરતે નાકથી વાંસળી વગાડવાની અનોખી કલાની બક્ષિસ આપી હતી. એના થકી આ કલાના સાધક જાહેરમાં નાકથી વાંસળી વગાવીને જે કઈ આવક થકી તેનાથી પરિવારનું ગુજરાન ચલાવતા તેનાથી ખુશ અને સંતુષ્ઠ હતા. પણ કરોના કાળે આ રોજી પણ છીનવી લેતા હવે નોર્મલ પરિસ્થિતિ થવાથી સરસ્વતી થકી લક્ષ્મીજીની કૃપા થાય એવી આશા છે.

સુરેન્દ્રનગરના ઝૂંપટપટ્ટી વિસ્તારમાં પત્ની અને બે બાળકો સાથે રહીને ઠેરઠેર નાકથી વાંસળી વગાડીને પેટિયું રળતા કિશનભાઈ જગદીશભાઇ મારવાડી છેલ્લા કેટલાક દિવસથી મોરબીમાં આવીને જાહેરમાં પોતાની આ અનોખી કલાના જાદુથી રોજીરોટી રળી રહ્યા છે. આ અંગે તેઓ કહે છે કે, તેમને જન્મજાત વાંસળી વગાડવાની કલાની કુદરત તરફથી બક્ષિસ મળી છે. જો કે ઘણા બધા વાંસળી વાદક મોઢેથી સુર રેલવાતા હોય છે. પણ તેઓ નાકથી વાંસળીના અદભુત સુર રેલવવામાં નિપુણ છે. કોઈપણ ગીત ઉપર નાકથી વાંસળી વગાડીને અદભુત સુર રેલાવી શકવામાં એ સમર્થ છે. ભલભલા વાંસળી વાદક પાસે આવી સિદ્ધિ હોતી નથી.

- text

કિશનભાઈએ સમજણા થયા ત્યારથી જ નાકથી વાંસળી વગાડે છે અને આવી રીતે સરસ્વતીની સાધનાને પોતાની આજીવિકાનું કેન્દ્ર બનાવી છે. સુરેન્દ્રનગર, મોરબી સહિતના ઘણા બધા જિલ્લાઓમાં તેઓ જાહેરમાં કોઈ આયોજન વગર નાકથી વાંસળીના અદભુત સુર રેલાવે છે. ત્યારે લોકો ખુશ થઈને જે રૂપિયા બક્ષિસમાં આપે તેના થકી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. વર્ષોથી સરસ્વતીના સાધના થકી સામાન્ય આવકમાં રોજીરોટી મેળવતા હોવા છતાં તેઓ ખુશ હતા. પણ કોરોના કાળે તેમની રોજગારી છીનવી લીધી હતી. આવક તો બંધ હતી જ ઉલ્ટાનું દેવું થઈ ગયું. ત્યારે હવે પરિસ્થિતિ નોર્મલ બની છે. આથી ફરી પહેલા જેવા દિવસો પાછા આવશે એવી તેમને આશા છે.

- text