પેટ્રોલ-ડીઝલનો સપ્લાય બંધ કરી દેવા અંગે નયારા કંપનીનું નિવેદન જાહેર

- text


મોરબી : સૌરાષ્ટ્રના સાતેય જિલ્લાને જ્યાંથી પેટ્રોલ ડીઝલની સપ્લાય મળે છે તેવી નયારા એનર્જી કંપનીએ અચાનક જ સપ્લાય બંધ કરી દેતા પેટ્રોલ – ડીઝલની કટોકટી ભરી અછત સર્જાઈ છે. આ મામલે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશનને સરકાર અને ઓઇલ કંપનીને રજુઆત કરી છે. ત્યારે પેટ્રોલ-ડીઝલનો સપ્લાય બંધ કરી દેવા અંગે નયારા કંપનીએ નિવેદન આપ્યું છે કે ભાગીદારોને જરૂરિયાત/શિડ્યૂલ મુજબ ડીઝલ અને પેટ્રોલ બંને સપ્લાય કરતા આવ્યા છીએ અને ચાલુ રાખીશું.

- text

સૌરાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલની ભારે કથિત અછત વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર સ્થિત નયારા એનર્જીના સપ્લાય લોકેશને સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓ માટે ઉત્પાદન આપવાનું બંધ કરી હોવાની બાબતો વચ્ચે કંપની સૂત્રો દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ “નયારા એનર્જી તેમના ગ્રાહકોની ઈંધણ જરૂરિયાતોને પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અમે નયારા રિટેલ આઉટલેટ્સ તેમજ અમારા PSU (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) ભાગીદારોને જરૂરિયાત/શિડ્યૂલ મુજબ ડીઝલ અને પેટ્રોલ બંને સપ્લાય કરતા આવ્યા છીએ અને ચાલુ રાખીશું.”

- text