મોરબીના ડોક્ટર આયોજિત ઓનલાઇન કાર્યક્રમમાં પ્રેરણાદાયી જીવનકવન રજૂ કરતા USA સ્થિત મહિલા

- text


ડોક્ટરે મહિલા દિન નિમિતે વિમેન્સ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામમાં સ્ત્રીઓને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપ્યું

મોરબી : ઇન્ટરનેશનલ વિમેન્સ ડે અંતર્ગત વિમેન્સ એમ્પાવરમેન્ટ માટેનો અવેરનેસ પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં યુ.એસ.એ સ્થિત ધારા શાહના જીવન અંગે મહિલાઓને માહિતી આપવામાં આવી હતી.વિમેન્સ એમ્પાવરમેન્ટ માટેનો અવેરનેસ પ્રોગ્રામ ઓનલાઇન કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં કઈ રીતે હિંમતપૂર્વક પોતાના નિરોગી સ્વાસ્થ્યની સાથે સાથે સામાજિક પારિવારિક કે વ્યવસાયને લગતી જવાબદારી નિભાવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબીના ડો.ભાવિન ગામી (ચેસ્ટ ફિજિશિયન વેલનેસ અને ફિટનેસ કોચ) અને તેમની ટિમ દ્વારા ઓનલાઇન હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ કરેલ છે.તા.8 માર્ચ એટલે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે અંર્તગત વિમેન્સ એમ્પાવરમેન્ટ માટે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં અત્યારની મોજશોખ માટે આંધળી દોડ મૂકનારી અને તણાવભરી સ્થિતિમાં સ્ત્રીઓને સ્વાસ્થ્યને લગતી તકલીફ,માનસિક,સામાજિક કે પારિવારિક યાતનાઓનો સામનો કરવો પડે છે.તેમાંથી કઈ રીતે હિંમતપૂર્વક પોતાના નિરોગી સ્વાસ્થ્યની સાથે સાથે સામાજિક પારિવારિક કે વ્યવસાયને લગતી જવાબદારી નિભાવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

આ સેમિનારમાં આશરે 450 થી વધુ લોકો દેશ-વિદેશમાંથી જોડાયા હતા.તેમાં યુ.એસ.એ સ્થિત ધારા શાહ કે જે સાવરકુંડલાના વતની છે.એ પોતાના જીવનમાં રુંવાટા ઉભા કરી દે એવી દર્દ ભરી પરિસ્થતિમાંથી પસાર થઇ હતી.તેણી કેવી રીતે હિંમતપૂર્વક બહાર આવીને અત્યારે બીજાને પ્રેરણા આપનારી જીવનશૈલી જીવી રહ્યા છે.તે અંગે મહિલાઓને હસતા ચહેરે લોકોને વર્ણન કર્યું હતું.ધારા શાહએ પોતાની પ્રથમ ડિલિવરી પછી વધુ પડતા લોહી પડવાને કારણે એક એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો કે જેમાં તેમને પોતાના બન્ને પગ,એક હાથ,શરીરનું અંડાશય અને ગર્ભાશય જેવા અંગો ગુમાવ્યા હતા.આટલું જ નહિ પરંતુ તેમનો વ્હાલસોયુ બાળક પણ 10 માસની ઉંમરે ગુમાવ્યું હતું.આથી પરિસ્થિતિનો વિચાર કરવાથી પણ આંસુ રોકી ન શકાય.છતાં પણ ધારા શાહ હસમુખા ચહેરે જાણે કે ભગવાને તેમને બીજાને પ્રેરણા આપનારી જીંદગી જીવવા માટે મોકલ્યા હોય તેવા ભાવથી અનેક લોકોને હિંમત આપી હતી.આ તકે ડો.ભાવિન અને તેમની ટીમે લોકોને ધારા શાહની યૂટ્યૂબ ચેનલ ‘ ધારા વન્ડર ” દ્વારા તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો અનુરોધ કરેલ હતો.

- text