‘મિસ મારવાડી યુનિવર્સિટી’નો તાજ હડમતિયાની દીકરીના શિરે

- text


ટંકારા : ટંકારા તાલુકાના મુળ હડમતિયા ગામના વતની હાલ રાજકોટના પત્રકારની પુત્રીએ “મિસ મારવાડી યુનિવર્સિટી”નો ખિતાબ મેળવ્યો છે.

- text

ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની હાલ રાજકોટમાં પત્રકાર તરીકે ફરજ બજાવતાં અજીતસિંહ ઉદેસિંહ ડોડીયાની પુત્રી જાનવી અજીતસિંહ ડોડીયા રાજકોટની ભાગોળે આવેલ મારવાડી યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરે છે. જાનવીએ 2000 વિદ્યાર્થીનીઓની મિસ મારવાડી યુનિવર્સિટીની હરિફાઈ અંતર્ગત સામાજિક કાર્યો, એજ્યુકેશન જનરલ નોલેજ, સદગુણોની સ્પર્ધા યોજાઇ હતી. તેમાં તેણે અવ્વલ નંબરે આવી મિસ યુનિવર્સિટીનો ખિતાબ પ્રાપ્ત કરતા તાજ અને મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. આથી, હડમતિયા ગામનું તેમજ ડોડીયા પરિવારનું ગૌરવ વધારવા બદલ તેના પર ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે

- text