મોરબીના રેલવે પેસેન્જરોના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા માંગ

- text


પેસેન્જરો માટે પૂરતી ટ્રેન સેવા પુરી પાડવા સામાજિક કાર્યકરની રેલવે મંત્રીને રજૂઆત

મોરબી : ઉદ્યોગોના હબ તરીકે જાણીતા મોરબી શહેરમાં અન્ય રાજયોમાંથી આવતા પરપ્રાંતીય મંજુરો લાખોની સંખ્યામાં રોજીરોટી મેળવવા મોરબી આવી વસવાટ કરે છે.દેશ-વિદેશના વેપારીઓ પણ હજારોની સંખ્યામાં વેપાર માટે આવે છે.પરંતુ રેલ્વે પેસેન્જર ટ્રેનોની અસુવિધાના કારણે મોરબી આવવા માટે તેમજ મોરબીથી અન્ય સ્થળે જવા માટે મુશ્કેલીઓ લોકોને પડે છે.અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું નિવારણ આજ દિવસ સુધી આવ્યું નથી.તેથી સામાજિક કાર્યકર જયેશભાઈ કે.મકવાણાએ રેલવેમંત્રીને રજૂઆત કરી છે.

મોરબી શહેર એક ઔધોગીક નગરી છે.જયાં નળીયા,વડીયાલ,પેપર મીલ,સેનેટરીવેર્સ,ટાઇલ્સ,હીરા વગેરે નાના મોટા હજારોની સંખ્યામાં ઔદ્યોગીક એકમો આવેલ છે.તેમજ મોરબીએ પોતાનું નામ પણ વિશ્વભરમાં અંકીત કર્યુ છે.મોરબી શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના તેમજ ગુજરાતના અન્ય જીલ્લાના તેમજ ભારત દેશના અન્ય રાજયોમાંથી આવતા પરપ્રાંતીય મંજુરો લાખોની સંખ્યામાં રોજીરોટી મેળવવા અહીંયા આવે છે.તેમજ દેશ-વિદેશના વેપારીઓ પણ હજારોની સંખ્યામાં મોરબી આવે છે.પરંતુ રેલ્વે પેસેન્જર ટ્રેનોની અસુવિધાના કારણે મોરબી આવવા માટે તેમજ મોરબીથી અન્ય સ્થળે જવા માટે મુશ્કેલીઓ લોકોને પડી રહી છે.

મોરબી જીલ્લામાંથી સીરામીકના કન્ટેનરોમાં મીઠું,કોલસો,ખાતર દ્વારા સુર-ભાડાની કરોડો રૂપિયાની કમાણી કરીને આપે છે.તેમજ ગુજરાત સરકારને તેમજ કેન્દ્ર સરકારને ટેક્ષ કરોડો મોરબીમાંથી ચુકવાય છે.પેસેન્જર ટ્રેનોની મોરબીમાં જરૂરીયાત છે તે રેલ્વે તંત્ર સારી રીતે જાણે છે કારણ કે લોકડાઉનના સમયમાં પણ સ્પેશ્યલ ડેઇલી એક મહીના માટે લાંબા અંતરની અંદાજીત ૨૫ થી ૩૦ ટ્રેનો ફાળવવામાં આવી હતી. રેલ્વેને તેમજ ચુંટાયેલા પ્રતિનિધિને અનેક વખત પેસેન્જર ટ્રેનોની બાબતે લેખીત તેમજ મૌખીક રજુઆત કરવા છતાં આજદિન સુધી જુના પ્રશ્નોનું નીવારણ કરવામાં આવ્યું નથી.ત્યાં તો નવા પ્રશ્નો પણ ઉભા થઇ ગયા.જેમાં વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં સવારના સમયમાં આવતી ઇન્ટરસીટી જામનગર-વડોદરા ટ્રેનનો સમય પણ સવારે ૬ઃ૪૫ મીનીટનો છે. આ બંને ટ્રેનોનો વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં પહોંચવાનો સમય એક હોવાથી મોંરબીના લોકોને થાન-સુરેન્દ્રનગર વીરમગામ-અમદાવાદ-વડોદરા જવા માટે ઇન્ટરસીટી ટ્રેન ચુકાઇ ન જાય તેવી ડર થઈ રહ્યો હોય છે.મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન સવારના સમયની ૮:૧૦ મીનીટની છે જેનો સમય પણ ૧૫ થી ૨૦ મીનીટ વહેલો કરવો.કારણ કે આ ડેમુ ટ્રેન વાંકાનેર રેલ્વે સ્ટેશન પર સવારના ૮:૫૫ મીનીટે પહોંચવાનો છે.તો વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં સવારના સમયમાં આવતી સૌરાષ્ટ્ર મેલ મુંબઇ-ઓખા ટ્રેનનો સમય સવારના ૮:૪૦ મીનીટનો છે. તો આ ટ્રેન પણ મોરબીના લોકોને રાજકોટ-જામનગર-જામખંભાડીપા દ્વારકા,ઓખા જવા માટે બીલકુલ ઉપયોગ આવી નથી રહ્યો આ ટ્રેન પણ મોરબીના લોકો માટે હાથમાંથી નીકળી જાય છે.

- text

મોરબી-વાંકોનર ડેમુ ટ્રેન બપોરના સમયની ૧:૦૫ મીનીટે જે પહેલા ચાલુ હતી.હાલમાં બંધ છે કારણ કે આ ડેમુ ટ્રેન ચાલુ ન હોવાથી વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં
બપોરના સમયમાં આવતી ત્રણ ટ્રેનો (1) સોમનાથ- જબલપુર બપોરે ૨:૪૨ મીનીટે (ર) વેરાવળ-બાન્દ્રા બપોરે ૩:૫૫ મીનીટે (૩) ઓખા – મુંબઇ સાંજે ૪:૨૦ મીનીટે આ ટ્રેનો મોરબીના લોકોને બીલકુલ લાભ નથી મળી રહ્યો.તેથી આ ડેમુ ટ્રેન પુનઃ શરૂ કરવી.મોરબી-માળિયા ડેમુ ટ્રેન સવારના સમયની ૧૦:૩૦ મીનીટની તેમજ માળિયા મોરબી ડેમુ ટ્રેન બપોરના સમયની ૧૨:૧૫ મીનીટની પહેલા ચાલુ હતી જે હાલમાં બંધ છે તેને પણ પુનઃ શરૂ કરવી.મોરબી-રાજકોટ ડેમુ ટ્રેન સાંજના સમયની સાંજે ૬ઃ૦૦ વાગ્યાની હતી.તે પણ બંધ છે એ ડેમુ ટ્રેનનો સમયમાં ફેરફાર કરીને સવારના ૭ઃ૦૦ વાગ્યાનો કરીને આ ટ્રેન બંધ છે તે પુનઃ શરૂ કરવી.મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન રાત્રીના સમયની ૮:૨૦ મીનીટે જે પહેલા ચાલુ હતી તે હાલમાં બંધ છે કારણ કે આ ટ્રેન ચાલુ ન હોવાથી વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં રાત્રીના સમયે આવતી બે ટ્રેનો (૧) સમય સવારે ૯ઃ૦૧ મીનીટે વડોદરા-જામનગર ઇન્ટરસીટી (૨) સમય રાત્રીના ૧૦:૩૭ ઓખા-ભાવનગર ટ્રેન આવતી હોય તો મોરબીના લોકોને રાજકોટ-જામનગર તેમજ થાન-સુરેન્દ્રનગર-ભાવનગર જવા માટે હાલમાં લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે જેથી આ ટ્રેન પણ પુનઃ શરૂ કરવી.

વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન બપોરના સમયની ૧૨:૦૨ મીનીટની તેમજ રાત્રીના સમય ૧૦:૦૨ મીનીટની પહેલા ચાલુ હતી હાલમાં બંધ છે. કારણ કે વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં આવતી ટ્રેન બપોરના સમયમાં ૧૧:૪૫ મીનીટે જબલપુર-સોમનાથ તેમજ રાત્રીના સમયમાં આવતી સમય ૯:૦૧ મીનીટે ઇન્ટર સીટી ટ્રેન વડોદરા-જામનગર આ ડેમ ટ્રેન બંધ તો તે પુનઃ શરૂ કરવી.ગાંધીધામ – કામખીયા તેમજ ગાંધીધામના વિકલી ટ્રેન છે તે ચાલુ થઈ તેને ૧૨ થી ૧૭ વર્ષ થવી તેને ડેઇલી કરવી.સૌષ્ટ્ર અને કચ્છને જોડતી ટ્રેનોની સુવીધા આપવી.જેમાં (૧) સોમનાથ વાયા મોરબી-ભુજ. (૨) ભાવનગર વાયા મોરબી-ભુજ (૩) ઓખા વાવા મોરબી-ભુજ (૪) પોરબંદર વાઘા મોરબી-ભુજની સમાવેશ થાય છે.

નવલખી-વાંકાનેર બ્રોડગેઇઝ લાઇન ડબલ ટ્રેક કરવો.મોરબી-ઘાંટીલા-ટંકારા-ખાનપર વર્ષો પહેલા નહેરી ગેઈન લાઇન હતી તે રેબે બોર્ડ ફરીથી સર્વે કરીને બ્રોડગેઇઝ લાઇન ચાલુ કરવી.મોરબીમાં ૨૨ વર્ષ પહેલા નહેરો ગેઇઝ લાઇનમાંથી બ્રોડગેઇઝ લાઇનમાં રૂપાંતર કરવામાં આવ્યુ છે પરંતુ આજદિન સુધી એક પણ લાંબા અંતરની ડેઇલી પેસેન્જર ટ્રેનની સુવિધાઓ આપવામાં આવેલ નથી.ભુજ-બરેલી ટ્રેન સને-૨૦૦૧ ના રેલ્વે ટાઇમ ટેબલમાં મોરબીને આપવામાં આવી હતી જે આજદિન સુધી ચાલુ કરવામાં આવી નથી.રાજકોટ-ભુજ ટ્રેન અગાઉ ચાલુ કરવામાં આવી હતી તે પણ થોડાક દિવસો ચલાવીને બંધ કરી દેવામાં આવી તેને પણ ફરીથી ચાલુ કરવી.એમ.એસ.ટી.(પાસ) અપ-ડાઉન કરતા લોકોને હાલમાં મુશ્કેલીઓ પડી રહી છે.મોરબીથી તેમજ વાંકાનેરથી ચાલતી તમામ ડેમુ ટ્રેન આ સુવિધા ચાલુ કરવી.તેમજ હાલમાં મોરબીથી વાંકાનેર જવા માટે સવારની ૬ વાગ્યા વાળી ડેમુ ટ્રેનમાં જ પાસની સુવિધા છે, વાંકાનેરથી મોરબી આવવા માટે પાસની સુવિધા નથી.જે સુવિધા ચાલુ કરવી. ટાઇમ ટેબલ વગરની ટ્રેન ચલાવવાથી રેલ્વે સરકાર પોતાની આવક ગુમાવી રહ્યા છે અને આમ પબ્લીક હેરાન-પરેશાન થઇ રહી છે.તેવું સામાજિક કાર્યકર જયેશભાઈ કે.મકવાણાની યાદીમાં જણાવાયું છે.

- text