MCX-IPF કોમક્વેસ્ટમાં ભારતભરના 5,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

- text


મોરબી : એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ 2022માં ભારતભરના 5,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

- text

એમસીએક્સ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઈપીએફ)એ તાજેતરમાં વિદ્યાર્થીઓમાં જાગરૂકતા લાવવા માટે કોમોડિટી માર્કેટ પરની રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક ક્વિઝ – `કોમક્વેસ્ટ 2022’નું આયોજન કર્યું હતું. આ વર્ષે ભારતભરની 220થી વધુ ઈન્સ્ટિટ્યૂટ્સના 5,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ક્વિઝમાં ત્રણ રાઉન્ડ હતા અને ફિનાલે રાઉન્ડમાં વિજેતાઓને મેડલ્સ અને ટ્રોફીઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text