સિરામિક પ્રોડક્ટના વૈશ્વિક પ્રમોશન માટે માટે કેપેકસીલ દ્વારા કાલે મંગળવારથી વર્ચ્યુઅલ એક્ઝિબિશન

- text


 

ગુજરાતના ૩૧ જેટલા એક્સપોર્ટરો પોતાની પ્રોડકટ ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર મુકશે : વિશ્વના ૨૦૦ થી વધુ ગ્રાહકો જોડાશે

 

મોરબીની સિરામીક પ્રોડકટને વૈશ્વિક માર્કેટમા પહોચાડવા ભારત સરકારની પ્રમોસન કાઉન્સીલ કેપેક્સીલ દ્વારા ઓનલાઇન વરચ્યુલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કેપેક્સીલ (કેમીકલ એન્ડ એલાઇડ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ) સ્પોન્સરશીપ હેઠળ મીનીસ્ટરી ઓફ કોમર્સ – ભારત સરકાર દ્વારા આવતીકાલે તા.૮/૩/૨૦૨૨થી ૧૫/૩/૨૦૨૨ સુધી આ એક્ઝિબિશન યોજાશે.

- text

ઇન્ડીયા ઇન્ટરનેશનલ સિરામીક બિલ્ડીંગ મટીરીયલ્સ ફેર કમ બીટુબીનુ આયોજન રાખવામા આવેલ છે જેમા
વિશ્વના ૨૦૦ થી વધુ ગ્રાહકો આ ઓનલાઇન વર્ચ્યુલ એક્ઝિબિશનની મુલાકાત લેવાના છે. ત્યારે મોરબી તેમજ ગુજરાતના ૩૧ જેટલા એક્સપોર્ટરો પોતાની પ્રોડકટ ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર મુકશે અને તેના દ્વારા વેપારીઓ જે તે સપ્લાયર સાથે વિડીયોકોલ પણ કરી શકશે અને કેટલોગ પણ ડાઉનલોડ કરી શકશે જેનાથી ભારતના સિરામીક ઉધોગને બળ પુરૂ પડશે.

આ એક્ઝિબિશનને સફળ બનાવવા કેપેકસીલમના પ્રમુખ એ.એમ.એસ.જી. અશોકન, સિરામીક પેનલ – ચેરમેન સમીરકુમાર ઘોષ, સિરામીક પેનલના સીનીયર વાઇસ ચેરમેન નિલેષ જેતપરીયા અને કેપેક્સીલની તમામ ટીમ જહેમત ઉઠાવેલ છે સાથોસાથ વિદેશમા રહેલ ઇન્ડીયન ઓવરસીઝ મીશન, ભારતના રાજદુત તેમજ કોમર્સ વિભાગે આ એક્ઝિબિશનને સફળ થવા માટે સઘળ પ્રયત્નો કરેલ છે ત્યારે આ એક્ઝિબિશન વર્તમાન સ્થિતીમા ઉધોગોને ઉપયોગી થશે.

- text