મોરબીમાં તૈયાર થયેલી શોર્ટ મુવી ‘કૂળનો દીવો કિરણ’ યુટ્યુબ ઉપર રિલીઝ

- text


 

જુનિયર રમેશ મહેતા ફેમ મયુરબાપા દિર્ગદર્શીત અને સિદ્ધરાજસિંહ સરવૈયા લિખિત શોર્ટ મૂવીથી નારી શક્તિને ઉજાગર કરવાનો પ્રયાસ

મોરબી : મોરબીમાં સૌરાષ્ટ્રભરના કલાકારોએ નારી શક્તિને ઉજાગર કરતી શોર્ટ મુવી ‘કુળનો દીવો કિરણ’ તૈયાર કરી છે. આ શોર્ટ મુવી યુટ્યુબ ઉપર રિલીઝ થઈ છે. જેમાં દિર્ગદર્શક અને કલાકાર તરીકે રમેશ મહેતા ફેમ મયુરબાપાએ કલાના કામણ પાથર્યા છે.

બાપા સાંઈ ડિજિટલના ભાવિન વાઢેર દ્વારા પ્રસ્તુત અને મોતીબાગ ફાઉન્ડેશન દ્વારા પ્રોડ્યુસ થયેલી કુળનો દીવો કિરણ શોર્ટ મુવી યુટ્યુબ ઉપર રિલીઝ કરવામાં આવી છે. આ શોર્ટ મૂવીમાં નારી શક્તિને ઉજાગર કરતી હદય સ્પર્શ સ્ટોરી લાઈન સાથે કલાકારોની એક્ટિંગનો જાદુ પણ જોવા મળશે. શોર્ટ મૂવીમાં પાયલ નિમાવત, સરવૈયા સિધ્ધરાજસિંહ, મયુર બાપા, શિતલ સુબંર, આશુતોષ રાજ્યગુરુ, વંશિકા હિરાણી, વિશ્વજીતસિંહ જાડેજા, આશા વકિલ, કલ્પેશ પંડ્યા, વૈશાલી પટેલ, રજાક બ્લોચ, સાક્ષી, ગુંજન, ઉર્વલ ચાવડા જેવા કલાકારોએ પોતાની અભિનવ કળાના કામણ પાથર્યા છે.

- text

મૂવીમાં ડિરેક્ટર તરીકે મયુર બાપા, કેમેરા એડિટ મનિષ બારેજીયા, રાઈટર ડેન્જર શાયર (સિધ્ધરાજસિંહ), સંવાદ વૈશાલી પટેલ, મ્યુઝિક ધિરેન ગૌરાંગ, રેકોર્ડિંગ નિશા સાઉન્ડ, મેકઅપ મેન વિપુલ સિંધવ, ડ્રેસ ડીઝાઈન રાધેશ્યામ ડ્રેસ- મોરબી અને સ્પોટ બોય સુનીલ સોની રહ્યા છે. આજે આ શોર્ટ મુવી યુટ્યુબ ઉપર રિલીઝ કરવામાં આવ્યું છે.

- text