મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના હોદ્દેદારોની વરણી

- text


 

મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબીના ટ્રસ્ટી મંડળની એક મિટિંગ તાજેતરમાં મળી હતી.જેમાં આગામી બે વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

- text

જેમાં પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ મહેતા, મહામંત્રી મધુસૂદનભાઇ ઠાકર, ઉપપ્રમુખ સૂર્યકાંતભાઈ ઠાકર, મુકેશભાઈ દવે, ખજાનચી હરીશભાઈ દવે તથા સહમંત્રી તરીકે વિમલભાઈ જોશીની વરણી કરવામાં આવી છે.

આ મિટિંગમાં હાજર તમામ સભ્યોએ નવનિયુક્ત હોદેદારોને આપી શુભેચ્છા પાઠવી હતી. અને નવા કાર્યક્રમોમાં સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી.

- text