મોરબીના નિશાંત જાનીને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની વિમેન્સ ટી-૨૦ લીગમાં હેડ કોચ બનાવાયા

- text


 

મોરબી : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ટી-૨૦ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિલા ટી-૨૦ લીગમાં ટીમ રેડના હેડ કોચ તરીકે મોરબીના કોચ નિશાંત જાનીને એપોઇન્ટ કરીને જવાબદારી સોપવામાં આવી છે.

ટી-૨૦ લીગમાં ટીમ રેડ, ટીમ ગ્રીન, ટીમ યેલો અને ટીમ બ્લુ એમ ચાર ટીમો ભાગ લેશે જેના માટે તા. ૫ થી ૭ દરમિયાન પ્રેક્ટીસ કેમ્પ યોજાયો હતો અને તા. ૮,૯ અને ૧૦ ના રોજ લીગ મેચ રમાશે અને ૧૨ તારીખે ફાઈનલ મેચ રમાશે.

- text

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો દ્વારા વિમેન્સ માટેની સિલેકશન મેચનું આયોજન કરીને પ્રેસિડેન્ટ જયદેવ શાહ દ્વારા શુભ સંકેત આપવામાં આવ્યો છે અને મેન્સ ક્રિકેટ સાથે વિમેન્સ ક્રિકેટને આગળ લઇ જવાના તેના સંકલ્પને ઉજાગર કરે છે જયદેવ શાહ હાલ ટીમ ઇન્ડીયામાં પણ રીપ્રેઝન્ટેટીવ છે તેમજ કાન્તીભાઈ અમૃતિયા પણ મોરબી જીલ્લાના પ્રેસિડેન્ટ તરીકે ક્રિકેટને આગળ વધારો તેવી શુભેચ્છાઓ પાઠવી છે અને કોચ નિશાંત જાનીને અભિનંદન પાઠવ્યા છે.

- text