પશુચિકિત્સા (1962)ની ટીમના સૌરાષ્ટ્ર-કચ્છના કર્મચારીઓનું સન્માન કરાયું 

- text


સમય સાથે પશુચિકિત્સાના કામમાં સુધારો જરૂરી છે જે 1962 ટીમે સાર્થક કર્યું – ડો.ભરતસિંહ ગોહિલ

મોરબી : પશુચિકિત્સાની 1962માં સૌરાષ્ટ અને કચ્છમાં કામ કરતા કર્મચારીનું સન્માન બાપાસીતારામ ગૌશાળા સજનપરમાં સન્માન કરવામાં આવ્યું હતું.સજનપર ગામ 10 ગ્રામ દીઠ પશુ યોજનાનો લાભ મેળવે છે.આ ઉપરાંત આ યોજનાનું મુખ્ય મથક સજનપર જ છે.

બાપાસીતારામ ગૌશાળા સજનપર ખાતે 1962માં સૌરાષ્ટ અને કચ્છમાં કામ કરતા કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું.જે પ્રસંગ અનુરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગીય પશુનિયામક ભરતસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર અને GVK EMRI સંયુકતક્રમે ચાલતી 1962ની આ સેવા સજનપર તેમજ આજુબાજુના 10 ગામના પશુ પાલકોને ઉપયોગી નીવડી રહી છે.જે 1962ની ટીમે સાર્થક કર્યું છે.

તેમજ ગામના પૂર્વ સરપંચ અશોકભાઈ બારસરા જણાવ્યા અનુસાર સજનપર ગામને 10 ગ્રામ દીઠ પશુ યોજનાનો લાભ મળ્યો હતોઅને જેનું મુખ્ય મથક આ ગામ ખાતે છે.સમય સાથે ડૉક્ટર બદલાતા રહ્યા પણ આ સેવા દ્વારા આપવામાં આવતા સારવારમાં કોઈ કચાસ રાખવા આવતી નથી.જેથી 1962ના ટીમનું ગામ આભારી છે .

- text

આ પ્રસંગ અનુરૂપે 1962ના પ્રોજેક્ટ હેડ મુકેશ ચાવડા હાજર રહી ટીમને સારા કામ માટે બિરદાવી હતી.આ સન્માન કાર્યક્રમમાં મોરબી જિલ્લાના નાયબ પશુનિયામક એ.આર.કટારા,ગામના સરપંચ રીનાબેન જાદવ તેમજ મોરબી જિલ્લાના પશુ દવાખાના પશુચિકિસકો,1962ના કર્મચારી અને ગામના લોકો હાજર રહ્યા હતા.

- text