પેટ્રોપપંપમાંથી શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો સિઝ કરાયો

- text


બાયોડીઝલ વેચાતું હોવાની ફરિયાદના આધારે જિલ્લા પુરવઠા વિભાગે દરોડો પાડ્યો, શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો બાયોડિઝલ કે અન્ય કોઈ કેમિકલ છે તે અંગે સઘન તપાસ હાથ ધરાઈ

માળીયા : માળીયા મિયાણાના મોટી બરાર ગામ પાસે આવેલા પેટ્રોલપંપમાં ગેરકાયદે બાયોડિઝલ વેચાતું હોવાની ફરિયાદના આધારે મોરબી જિલ્લા પુરવઠા વિભાગે આ પેટ્રોલપંપમાં દરોડો પાડ્યો હતો અને પેટ્રોલપંપમાં પેટ્રોલિયમ પદાર્થ જેવા પરવાહીના જથ્થાને સિઝ કરી શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો બાયોડિઝલ કે અન્ય કોઈ કેમિકલ છે તે અંગે સઘન તપાસ હાથ ધરાઈ છે.

- text

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના મોટી બરાર ગામ પાસે આવેલા એક પેટ્રોલપંપમાં ગેરકાયદે બાયોડિઝલ વેચાતું હોવાની કોઇએ ફરિયાદ કરતા મોરબી જિલ્લા પુરવઠા વિભાગે માળીયાના મામલતદાર ડી.સી. પરમારને સાથે રાખીને મોટી બરાર પાસેના પેટ્રોલપંપમાં રેઇડ કરી હતી. જિલ્લા પુરવઠા વિભાગે આ પેટ્રોલપંપમાં વેચાતા ડીઝલ-પેટ્રોલ સહિતની તપાસ કરતા 20 હજાર લીટર જેવું બેનામી પ્રવાહી મળી આવ્યું હતું. જો કે પેટ્રોલપંપવાળા આ પ્રવાહી ડીઝલ હિવાનું અને બાયોડિઝલ ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ જિલ્લા પુરવઠા વિભાગની આ પ્રવાહી શંકાસ્પદ લાગતા કયું કેમિકલ છે તે જાણવા માટે 20 હજાર લીટર પ્રવાહીનો જથ્થો સિઝ કરીને તપાસ હાથ ધરી છે.

- text