મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ

- text


સાંસદ મોહન કુંડારીયા અને કૃભકોના વાઇસ ચેરમન મગન વડાવીયાના હસ્તે ટેકાના ભાવથી ચણાની ખરીદીનો પ્રારંભ થશે

મોરબી : રાજ્યમાં 4-5 દિવસથી ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થઇ ગયો છે, ત્યારે મોરબીમાં આવતીકાલ એટલે કે સોમવાર થઈ ટેકાના ભાવે ચણાની ખરીદીનો માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રારંભ થશે.

- text

મોરબીમાં આ વખતે ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ત્યારે સરકાર દ્વારા આવતીકાલથી સોમવારથી મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતેથી ચણાની ટેકાના ભાવે ખરીનો પ્રારંભ સાંસદ મોહન કુંડારીયા અને કૃભકોના વાઇસ ચેરમેન મગન વડાવીયાના હસ્તે સવારે 9 કલાકથી પ્રારંભ થશે. ચણાનો ટેકનો ભાવ એક મણે 1046 છે અને હાલ માર્કેટમાં ખેડૂતોને ટેકાના ભાવથી ઓછા રૂપિયા મળે છે ત્યારે ટેકાના ભાવે વધુ ખરીદી થાય એવી આશા સેવાઈ રહી છે. ત્યારે જોવું રહ્યું કે કેટલા ખેડૂતો ચણા રૂપી સરકાર પાસેથી ટેકો લે છે.

- text