મોરબીના જુના ઘુંટુ રોડ પરથી 2 દેશી પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લેતી એલસીબી

- text


મોરબી જુના ઘુટ્ટુ રોડ પાસેથી દેશી હાથબનાવટની લોખંડી મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૨ સાથે એક આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી.

મોરબી : મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ મોરબી જીલ્લામાં ગુનેગારો અને અસામાજીક તત્વો ઉપર વોચ તપાસ રાખી ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવા સુચના આપતા એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના માણસો ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવા કાર્યરત હતા

તે દરમ્યાન પો.હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને સયુકત મળેલ ખાનગી બાતમી હકિકત આધારે મોરબી-જુના ઘુટુ રોડ઼ ભારત પેટ્રોલપંપના પાછળ પટ્ટ માંથી આરોપી
મસરૂર નુરમીયા શેખ ઉવ.૨૯ રહે. ૧૯ બાગફરહત, અફજારોડ, બાગહુજુર, સીંકદરી સરાયે, ભોપાલ, મધ્યપ્રદેશ પાસેથી દેશી હાથબનાવટની લોખંડની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦ર કી.રૂ. ૨૦,૦૦૦/- નો મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે

- text

આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, તથા HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુંગસીયા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા વિગેરે વગેરે રોકાયેલ હતા.

- text