મોરબીના વાઘપર ગામમાં સ્માર્ટ શાળાનું ખાતમુર્હુત કરાયું

- text


મોરબી : મોરબી તાલુકાના વાઘપર ગામમાં સ્માર્ટ શાળા બનાવવા માટે ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાયો હતો.આ શાળામાં જેમાં 8 સ્માર્ટ વર્ગખંડો,એક પ્રાર્થના ખંડ,આચાર્યનું કાર્યાલય,કુમાર અને કન્યા સેનિટેશન પીવાના શુદ્ધ અને ઠંડા પાણીની વ્યવસ્થા જેવી અન્ય સુવિધાઓ યુક્ત શાળા બનવવામાં આવશે.

- text

વાઘપર ગામના આંગણે એક ફક્ત ઇમારત જ નહીં,પરંતુ વાઘપર ગામના ભવિષ્યનું જ્યાં ઘડતર કરવાનું છે. એવી સ્માર્ટ શાળાનું ખાતમુર્હુનો કાર્યક્રમ ગત તા.5ને શનિવારના રોજ યોજાયો હતો.જેમાં લાઇફ સંસ્થાના દાતા તેમજ સર્વ મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ,સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,મનુભાઈ શાહ પરીવાર (અમેરીકા),પારેખ પરિવારના સહયોગથી અને આ સંકુલના ભુમીદાનના દાતા મૂળગામ જેનું વાઘપર છે એવા વતન પ્રેમી શેઠ પરેશભાઈ ટોલીયા, તેમના મિત્ર અને વાઘપરના અન્ય પ્રોજેક્ટના દાતા ડી.સી પટેલ (જીલોટ ગ્રુપ) અને તરવરીયા યુવાદાતા અને મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઈ લોરીયા,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનગરા,જિલ્લા શિક્ષણાધિકારી સોલંકી,વાઘપર ગામના સરપંચ મનસુખભાઈ જી.લોરીયા (પોપટલાલ),માજી સરપંચ કેશુભાઈ,આચાર્ય વાઘપર અને પિલુડી પ્રાથમિક શાળા સ્ટાફ મિત્રો અને મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text