પૈસાની ઉઘરાણી મામલે પત્નીને ગાળો આપનાર યુવાનને પતિએ મિત્ર સાથે મળીને રહેંસી નાખ્યો

- text


વાંકાનેર તાલુકાના માટેલ રોડ સેન્ટોસા સીરામીકના પાછળના ભાગે યુવાનની થયેલી હત્યાનો પોલીસ ભેદ ઉકેલી નાખ્યો, બન્ને આરોપીઓ ગિરફ્તાર

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ સેન્ટોસા સીરામીકના પાછળના ભાગે થોડા દિવસો પહેલા યુવાનની થયેલી હત્યાનો આજે વાંકાનેર તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો.પ્રથમથી શંકાના ઘેરામાં રહેલા બે આરોપીઓને પોલીસે ઝડપીને આકરી પૂછપરછ કરતા બન્નેએ હત્યાની કબૂલાત આપી હતી. જેમાં પૈસાની ઉઘરાણી મામલે પત્નીને ગાળો આપનાર યુવાનને પતિએ મિત્ર સાથે રહેંસી નાખ્યો હોવાનું બહાર આવ્યું છે.

વાંકાનેરના માટેલ રોડ પર આવેલ સેન્ટોસા સીરામીકના પાછળના ભાગે આવેલ કાચા રસ્તાના ભાગે ગત તા-૨ માર્ચના રોજ એક અજાણ્યા ઇસમની કોહવાય ગયેલ હાલતમાં લાશ પડેલ હોય જે જાણ થતા પોલીસ જગ્યા જઇ લાશની ઝડતી કરતા મૃતકનું આધારકાર્ડ મળતા મૃતજ મદન કેજીગરી પાલ રહે-ચુપુરા તાજા-મહોબા (ઉત્તરપ્રદેશ) વાળાની ઓળખ થઈ હતી. આથી પોલીસે તેના સગાવહાલાને બોલાવી મૃતકનું પીએમ કરાવતા મૃતકના માથાના ભાગે ઇજા થયેલ હોવાનું ડોક્ટરોએ અભિપ્રાય આપ્યો હતો. જેથી પોલીસે મૃતકના ભાઇ પુષ્યનકુમારની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક મદન મીલેનીયમ સીરામીક ઢુવા ખાતે કામ કરતા હોય અને ગઇ તા-૨૫ ફ્રેબ્રુઆરીના રોજ રાત્રે તેના મીત્ર રાઘવેન્દ્ર રામકુમાર રજપુત તથા અધીનભાઇ ઉંદાભાઇ પગી પાસે પૈસા લેવા માટે ગયેલ હોય અને ત્યારથી પરત આવેલ ન હોય તેવી હકીકત જણાવી હતી. જેથી પોલીસે આ બનાવની ફરીયાદ પરથી શકદાર રાધવેન્દ્રકુમાર સમકુમાર સેવા (ઉ.વ-ર૪ રહે હાલ-કપટાઇલ્સ સીરામીક રાતીવીરડા તા-વાંકાનેર મૂળ રહેઅંકોના તારા જીહમીરપર યુ.પી) તથા અશ્ર્વીનભાઇ ઉગામાઇ પી (ઉ.વ-૨૧ રહે હાલે-લાટો સીરામીક સરતાનપર તા-વાકાનેર મુળ રહે હાથીવન તા-લુણાવાડા જી મહીસાગર)ને પકડીને પૂછપરછ હાથ ધરી હતી.

- text

પોલીસે ઉંડાણપુર્વક પુછપરછ કરતા આરોપી અશ્વીને જણાવેલ કે મૃતક મદન મારી પાસે પૈસા માંગતો હોય અને મને વાંરવાર ફોન ઉપર ગાળો બીલી પૈસાની ઉધરાણી કરતો હોય અને એકવાર મારી પત્નીએ ફોન ઉપાડતા આ પૈસા બાબતે મારી પત્નીને પણ કોન પર ગાળો આપેલ હોય જે મને નહી ગમતા મદનને પાઠ શીખવવાનો મનોમન નક્કી કરેલ અને આ મદનને રાઘવેન્દ્ર પાસેથી પૈસા લેવાના હોય જેને પણ ગાળો બોલતો હોય જેની મને ખબર હોય જેથી હું તથા રાધવે સાથે મળેલ અને અમો બન્ને મદનને મારી નાખવાનું નક્કી કરી ગઇ તા. ૨૫ ફ્રેબ્રુઆરીના રોજ રાઘવેન્દ્રએ મદનને ફોન કરી પૈસા લેવા આવવા માટે બોલાવેલ અને સેન્ટોસા સીરામીક પાછળ લઇ જઇ મદનને અમો બન્નેએ મળી મદનને લોખંડના સળીયાથી માથામાં મારી હત્યા કરેલ અને લાશને ઢશળીને રસ્તાની બાજુમાં આવેલ ઘાસમાં સંતાડી દીધી હતી અને અમો બન્ને ત્યાથી ભાગી ગયેલ હતા. આ કબૂલાતના આધારે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text