માળીયાના ગુલાબડીરણમાં અગરિયા પરિવારના બાળકો અને માતાઓને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ગુલાબડી રણ વિસ્તારોના અગરિયાઓના બાળકો,કિશોરીઓ,સગર્ભા બહેનો,ધાત્રીમાતાઓ કુપોષિત ન રહે તે માટે તેઓને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી જિલ્લાના માળીયા- હળવદ તાલુકાના રણ વિસ્તારમાં આરોગ્યની મોબાઈલ હેલ્થવાનના રૂટ પ્લાન શરુ કરવામાં આવશે અને રોજ ગરમ નાસ્તા આપવામાં આવશે.

માળીયા(મી.) તાલુકાના ગુલાબડી રણ વિસ્તારોના અગરિયાઓના બાળકો,કિશોરીઓ,સગર્ભા બહેનો,ધાત્રીમાતાઓ કુપોષિત ન રહે તે માટે ICDS વિભાગના ઝંખરીયા વાંઢ વિસ્તારના ચાર્જ સંભાળનાર આંગણવાડી વર્કર જાનબાઈ,હેલ્પરબહેન તેમજ અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતીસિંહ બી.બારૈયા અને આરોગ્યની મોબાઈલ હેલ્થવાનના M.P.W.અશ્વિનભાઈ સાથે રહીને અગરિયાઓના બાળકો અને કિશોરીઓ,ધાત્રીમાતાઓ,સગર્ભાબહેનોને ટી.એચ.આર.,બાળકોને ગરમ નાસ્તો,કેળા,થેપલા,વઘારેલા ચણાના નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર કોમલબેને યાદીમાં જણાવ્યું હતું કે હવે મોરબી જિલ્લાના માળીયા- હળવદ તાલુકાના રણ વિસ્તારમાં આરોગ્યની મોબાઈલ હેલ્થવાનના રૂટ પ્લાન મુજબ જે-તે રણકાંઠાના આંગણવાડી કાર્યકર્તા હેલ્પર બહેન દરરોજના મેનુ મુજબ ગરમ નાસ્તો બનાવીને જુદા -જુદા રણવિસ્તારમાં અગરિયાઓને બાળકોને,કિશોરીઓ,ધાત્રીમાતાઓ,સગર્ભા બહેનોને નાસ્તો અને ટી.એચ.આર.નું વિતરણ કરશે અને અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતીસિંહ બી.બારૈયા તેમની સાથે રણ વિસ્તારમાં જશે.

- text