મોરબી ત્રિમંદીર અને ટંકારા નજીક જૈન મંદિરમાં ચોરી કરનાર તસ્કર ટોળી ઝબ્બે

- text


રાજકોટ રૂરલ એલસીબીએ માર મારી લૂંટ ચલાવતી ખૂંખાર તસ્કર-લૂંટારુ ટોળકીને પકડી અનેક લૂંટ,ચોરીના ભેદ ઉકેલ્યા

મોરબી : રાજકોટ,મોરબી સહિતના સૌરાષ્ટ્ર પંથકમાં ખેતમજૂરી કરી મોકો મળ્યે લૂંટ,ચોરીને અંજામ આપતી ખૂંખાર લૂંટારુ-તસ્કર ટોળકીને રાજકોટ રૂરલ એલસીબીએ દબોચી લઈ અનેક ગુન્હાઓના ભેદ ઉકેલી નાખ્યા છે જેમાં મોરબી નવલખી રોડ ઉપર ત્રિમંદીર અને ટંકારા નજીક આવેલા જૈન મંદિરમાં પણ આ જ ટોળકીએ લૂંટ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપી છે.

રાજકોટ રૂરલ એલસીબી ટીમે રાજકોટના મોટાવડાં અને રાજપરા ગામે થયેલી લૂંટના ગુન્હામાં આરોપી પારસીંગ ઉર્ફે પારુ ઉર્ફે જોરસીંગ વહુનીયા, નરૂ કાળુભાઇ પરમાર, કમલેશ જાલમ વાખળા, દિનેશ નરસું પરમાર અને રત્ના સગા મીનામાને બાતમીને આધારે લોધીકા નજીકથી ઝડપી લેતા આરોપીની ખૂંખાર મોડ્સ ઓપરેન્ડી ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.

- text

આ ખૂંખાર લૂંટારુ ટોળકી સૌરાષ્ટ્રમાં ખેતમજુરીની આડમાં એકલવાયું જીવન જીવતા સિનિયર સિટિઝને નિશાન ઉપર લેવાની સાથે ઝનૂની રીતે કોઈપણ જગ્યાએ દરવાજા ટોળી હુમલો કરી ભોગ બનનારને બેફામ માર મારતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ સમક્ષ પોપટ બની ગયેલ આ તસ્કર ટોળકીએ મોરબી નવલખી રોડ ઉપર ત્રિમંદીર અને ટંકારા નજીક આવેલા જૈન મંદિરમાં પણ લૂંટ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.નોંધનીય છે કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર પારુસિંગ ધ્રોલના લૂંટ વિથ મર્ડર કેસમાં ઝડપાયા બાદ પેરોલ ઝંપ કરી ભાગતો ફરતો હોવાનું પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text