મોરબીના શિલ્પકારની અદ્ભૂત કલાકારી : માટીમાંથી બનાવી મહાદેવની માત્ર 2 ઇંચની પ્રતિમા

- text


શિવરાત્રીના પાવન પર્વે ભોળાનાથનું શિલ્પ બનાવી શિવભક્તિનો પરિચય આપ્યો

મોરબી : માટીમાંથી શિલ્પકારો અનેક અવનવી વસ્તુ બનાવતા હોય છે.એવી જ રીતે મોરબીના શિલ્પકારે પણ માટીમાંથી દેવોના દેવ મહાદેવની અદ્ભૂત પ્રતિમા બનાવી છે.

- text

મોરબીના શિલ્પકાર આર્ટિસ્ટ નગવડિયા કમલેશ અમૃતલાલભાઈએ પોતાનામાં રહેલી અનોખી કળાને માટીમાં છાપ ઉપજાવી છે.તેમને 3 કલાકની મહેનતથી આદિયોગીની પ્રતિમા માટીમાંથી બનાવેલ છે.દેવોના દેવ મહાદેવની પ્રતિમાની સાઇઝ 5 સેન્ટીમીટર એટલે કે માત્ર 2 ઇંચમાં બનાવેલ છે.તેમને આજે મહાશિવરાત્રીમાં પવન પર્વ પર આ કૃતિ બનાવી શિવભક્તિનો પરિચય આપ્યો છે.

- text