મોરબી – વાંકાનેરમાં બે વરલી ભક્ત ઝડપાયા

- text


મોરબી : મોરબી અને વાંકાનેર સિટી પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને વરલી મટકા સાહિત્ય અને રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ પાસેથી સલીમભાઈ અકબરભાઈ સમાને જાહેરમા વર્લી ફીચરના આકડા લખી જુગાર રમતા ઝડપી લઈ આંકડા લખેલ ચિઠ્ઠી તથા રોકડા રૂપિયા 350 સાથે ઝડપી લીધો હતો.

- text

જ્યારે વાંકાનેર સિટી પોલીસે કાસમભાઇ સલિમભાઇ બસેરને વિસિપરા ચોકમાંથી વર્લી સાહીત્ય ચિઠ્ઠી, બોલપેન તેમજ રોકડા રૂપિયા 390 સાથે પકડી પાડી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text