માળીયાના વિરવિદરકા નજીક દેશી દારૂ ભરેલી ટવેરા કાર ઝડપાઇ

- text


માળીયા : માળીયા તાલુકાના વીરવિદરકા ગામના પાટિયા નજીકથી પોલીસે દેશી દારૂનો જથ્થો ભરીને નીકળેલી ટવેરા કાર ચાલકને ઝડપી લઈ રૂપિયા 3,04,000નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો વેચાણ આપનાર તથા ખરીદરનાર બે આરોપીને ફરાર દર્શાવી મોરબીના શખ્સને અટકાયતમાં લીધો છે.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા પોલીસે બાતમીને આધારે વિરવિદરકા ગામના પાટિયા નજીકથી GJ-3-Z-9559 નંબરની ટવેરા કાર અટકાવી તલાશી લેતા મોરબીના નવલખી રોડ ઉપર રહેતા કાર ચાલક રાજુભાઇ હિતેષભાઇ નાગહના કબ્જામાંથી દેશી દારૂના 40 બૂંગિયામાં 200 લીટર દારૂ કિંમત રૂપિયા 4000નો મળી આવ્યો હતો.

- text

વધુમાં આરોપીએ દેશી દારૂનો આ જથ્થો ઇમરાન રાયબભાઇ જેડા રહે-નવાગામ તા-માળીયા વાળા પાસેથી મેળવી જુસબ હબીબ જામ રહે-વેજીટેબલ રોડ મોરબી વાળાને પહોંચાડવામાં આવનાર હોવાની કબૂલાત આપતા પોલીસે રાજુભાઇ હિતેષભાઇ નાગહની અટકાયત કરી સપ્લાયર અને ખરીદનાર બન્ને આરોપીઓને ફરાર દર્શાવી કાર સહિત કુલ રૂપિયા 3,04,000નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text