નશીલા પદાર્થ અને હથિયારના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ ઝડપાયા

- text


એસઓજી ટીમે સાંતલપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં સંડોવાયેલ મોરબીના ગુન્હેગારોને ઝડપી પાડયા

મોરબી : સાંતલપુરના નશીલા પદાર્થના ગુન્હામાં તેમજ બી ડિવિઝન પોલીસ મથકના હથિયારના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને મોરબી એસઓજી ટીમે ઝડપી લીધા હતા.

મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપી પકડી પાડવા પ્રયત્નશીલ હોય એ દરમિયાન અમદાવાદ એટીએસ દ્વારા સાંતલપુર ખાતે નોંધાયેલ નશીલા પદાર્થના ગુન્હામાં મોરબીના શખ્સોના નામ ખુલતા એસઓજીને સૂચના અપાતા એસઓજી ટીમે એમડી ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલ અસલમ સલીમભાઇ ચાનીયા, રહે.મોરબી કાલીકા પ્લોટ શેરી નં-ર ઇન્ડીયા પાન પાસે, યુનુશ ઉર્ફે સંદેશ કાસમભાઇ દલવાણી રહે.મોરબી કાલીકા પ્લોટ ભવાની સોડા વાળી શેરીમાં વાળાઓને ઝડપી લીધા હતા

- text

વધુમાં ઉપરોક્ત ગુન્હાના કામે સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ કાર્યવાહી કરી સાંતલપુર પોલીસ સ્ટેશન સોપેલ છે. તેમજ આ કેસમાં અન્ય આરોપી સાજીદ અજીઝભાઇ બ્લોચ, રહે.ચંદ્રપુર ગામ પાણીના ટાંકા પાસે વાંકાનેર વાળાનું નામ પણ ખુલ્યું હોય આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ આર્મ્સ એક્ટ હેઠળના ગુન્હામાં અટક કરવાનો બાકી હોય જેથી અટક કરેલ છે અને ગુન્હાની કાર્યવાહી પુર્ણ થયે આરોપીને આગળની કાર્યવાહી કરવા સાંતલપુર પોલીસ સ્ટેશનને સોંપવા માટે જાણ કરવા તજવીજ હાથ ધરી છે.

આ કામગીરી એસઓજી પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ પી.જી.પનારા, એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, પો.હેડ.કોન્સ.શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર પો.કોન્સ સતિષભાઇ ગરચર તથા મોરબી સીટી એ ડીવી પોસ્ટેના પો.કોન્સ ચકુભાઇ કરોતરા વગેરે રોકાયેલ હતા.

- text