મુખ્યમંત્રી સાથે સિરામીક અને મોરબીના વિવિધ પ્રશ્નો મુદ્દે હકારાત્મક ચર્ચા કરાઈ : વિનોદ ભાડજા

- text


મોરબી આવેલા મુખ્યમંત્રી સમક્ષ મહાનગરપાલિકાનો દરજ્જો, ગેસના ભાવ, ફાયર સ્ટેશન મુદ્દે હકારાત્મક ચર્ચા કરી રજુઆત કરતું મોરબી સીરામીક એસોસિયેશન

મોરબી : આજે મોરબીમાં ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી સાથે મોરબીના સિરામીક ઉદ્યોગપતિઓ સાથે અલગ બેઠક કરી હતી. જેમાં મોરબીના સીરામીક એસોસિયેશનના આગેવાનોએ મુખ્યમંત્રી સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં સીરામીક ઉધોગ અને મોરબીના વિવિધ પ્રશ્નો અંગે ખુલ્લા મને રજૂ કરી હતી. આ બેઠકમાં મોરબી સિરામીક એસોસિએશન દ્વારા ઔદ્યોગિક વિકાસને નજર સમક્ષ રાખી આગામી બજેટમાં આધુનિક ફાયર સ્ટેશનની જોગવાઈ કરવાની સાથે ગેસના વધતા ભાવ કાબુમાં કરવા, મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા સહિતની ચર્ચાઓ થઈ હતી અને મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક અભિગમ દાખવી મોરબીને સુવિધા આપવા ખાતરી આપવામાં આવી હતી.

આજરોજ મોરબીના મહેમાન બનેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મોરબી સિરામીક એસોસિએશનની એક અલગ મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં થયેલ ચર્ચાઓ અંગે મોરબી ફ્લોર ટાઇલ્સ એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે મોરબીના સિરામીક ઉદ્યોગને સ્પર્શતા સૌથી અગત્યના નેચરલ ગેસના ભાવ વધારા અંગે ગહનતા પૂર્વક ચર્ચા કરી અન્ય મુશ્કેલીઓ ઉપરાંત મોરબીને સત્વરે મહાનગર પાલિકાનો દરજ્જો આપવા અંગે પણ ભારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત તાજેતરમાં જ પેપરમિલમાં આગની ગંભીર ઘટનાને ધ્યાને લઇ આગામી રાજ્ય સરકારના બજેટ 2022માં મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં અત્યાધુનિક ફાયરસ્ટેશન અને સર્વિસ સ્ટેશન આપવા બાબતે પણ રજુઆત કરવામાં આવી હતી.

વિનોદભાઈ ભાડજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે, મોરબી ઉધોગનગરી તરીકે ઝડપથી વિકસિત પામતુ અને ગુજરાતનું સૌથી મોટુ ઔદ્યોગિક શહેર છે. મોરબીમાં જુદા-જુદા અનેક પ્રકારના ઉધોગો વિકસિત થયેલા છે, જેમકે સિરામિક, પેપરમીલ, મિનરલ્સ, કેમિકલ, સ્પ્રેડાયર, પ્લાસ્ટીક, જીનીંગ, પેકેંજીંગ, વુડ્ઝ, ક્લોક, પોલીપેક, લેમીનેટસ્ મોજેક,નળિયા વગેરે અનેક નાના મોટા આશરે 4000 ઉધોગો હરણફાળ પ્રગતિ કરી રહ્યા છે . જેમાં આશરે પાંચ લાખ માણસોને સીધી કે આડકતરી રીતે રોજીરોટી આપે છે.

- text

વધુમાં મોરબીમાં ઔદ્યોગિક વિસ્તાર ઉપરાંત મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ, ટંકારા શહેરોમાં માર્કેટીંગ યાર્ડ આવેલા છે.જેમાં વિપુલ માત્રામાં કપાસ અને મગફળીનો સ્ટોક હોય છે તદઉપરાંત મોરબી ઔદ્યોગિક વિસ્તારમાં મોટા પ્રમાણમાં સ્પીનીંગમીલો અને કપાસ- મગફળીની જીનીંગ પ્રોસેસીંગ યુનિટો આવેલા છે. આ યુનિટોમાં કપાસ અને મગફળીનો મોટા પ્રમાણમાં સ્ટોક રાખવામાં આવે છે. મોરબી શહેરની આજુ બાજુના ખેડુતો પણ પોતાના ગોડાઉનમાં કપાસ નો સ્ટોક કરતા હોય છે.ત્યારે ખાસ ધ્યાનમાં દોરવા બાબત કે આ ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગવાની અનેક નાની મોટી ઘટનાઓ બને છે. આ ઉધોગોમાં કાચા માલ તરીકે કાગળનો વેસ્ટ, નેચરલગેસ, કોલસો અનેક પાસ વગેરેનો વિપુલમાત્રામાં ઉપયોગ થાય છે અને યુનિટોમાં સ્ટોક હોય છે. જેને લીધે આકસ્મિક રીતે જ આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં ફાયર સ્ટેશનની સુવિધા નથી.

જ્યારે આગ લાગે ત્યારે દુર-દુરના શહેરોમાંથી ફાયર ફાઇટરને બોલાવવમાં આવે છે. જે સમયસરપહોંચી શક્તા નથી અને લાખો – કરોડો રૂપિયાના કાચા પાકા માલ અને સંસાધનોને નુકસાન થાય છે. ઉપરાંત અમુલ્ય માનવ જીવન દાવ પર લાગેલુ રહે છે. જ્યારે આગ લાગે ત્યારે આગને કાબુમાં લેવા માટે ઉધોગ પાસે ફાયર ફાઇટર કે નક્કર સંસાધનો નથી. તો મોરબી ઉધોગ વિસ્તારમાં નેશનલ હાઇવે વિસ્તારમાં અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સર્વિસ સ્ટેશન નવ નિર્માણ થાય તેવી માંગણી છે. જેથી ભવિષ્યમાં આગ લાગવાના બનાવો બને ત્યારે ઉધોગ અને માણસોનું જતન કરી શકાય તથા કુદરતી સંસાધનોની જાળવણી કરી શકાય. ઉપરાંત આ ફાયરસ્ટેશનની સુવિધા થાય તો મોરબી શહેર અને આસ પાસમાં આવેલા તાલુકા જેવાકે માળિયા, હળવદ, વાંકાનેર, પડધરી, ટંકારા જેવા શહેરોમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા આપી શકાય તેમ છે.

જેથી મોરબીના ઔદ્યોગિક વિસ્તાર અને આજુ-બાજુના તમામ શહેરોને પણ ફાયર સેફ્ટીથી સુસજ્જ કરી શકાય તેમ હોય આ માંગણીને રાજ્ય સરકારના આગામી બજેટ-2022 માં સમાવી લેવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ઉદ્યોગ કમિશનર ગાંધીનગરને પણ રજુઆત કરવામાં આવી છે. જો કે, આજે મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગકારોની રજૂઆતો ઉકેલવા હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.

- text