રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ-મોટીબરારની વિદ્યાર્થીનીનો ડંકો

- text


મોરબી : રાજ્યકક્ષાએ કલા ઉત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થીનીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.તે બદલ GCERTના નિયામકના હસ્તે ઉપહાર આપવામાં આવ્યા હતા.તેમજ મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા.

મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થીની ડાંગર નિલમ જેઠાભાઈએ મોરબી જિલ્લાનું નેતૃત્વ લઈ રાજ્યકક્ષાના કલા ઉત્સવ 2021-22માં ભાગ લીધો હતો.શિક્ષણ અને તાલીમ ભવન – નવસારી ખાતે રાજ્ય કક્ષાની કલા ઉત્સવ અંતર્ગત નિબંધ સ્પર્ધા 2021-22 યોજાયેલ હતી.જેમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લઇ મોરબી જિલ્લાને ગૌરવાન્વિત કરતું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.તે બદલ GCERTના નિયામક ડૉ.દર્શનાબેન જોષીના હસ્તે શિલ્ડ,પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

- text

વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મોરબી જીલ્લાનું અને મોડેલ સ્કૂલ – મોટી બરારનું ગૌરવ વધારવા બદલ મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ આપવામાં આવેલ હતી.અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભાશિષ પાઠવવામાં આપવામાં આવ્યા હતા.

- text