યુવાને ઈમાનદારી દાખવી : રસ્તે પડેલું પાકીટ પોલીસને સોંપી મૂળ માલિક સુધી પોહચાડ્યું

- text


ટંકારા : ટંકારાથી મોરબી હાઈવે પર હોટેલ નજીક પાકીટ રસ્તે પડેલું જોઈ મોરબીના મુસ્લિમ યુવાને ટંકારા પોલીસ મથકે પાકીટ આપી ઈમાનદારી અને સામાજિક જવાબદારી નિભાવી હતી.અને ટંકારા પોલીસના એ.એસ.આઈ પાકીટમાં રહેલ આધારકાર્ડ મારફતે મુળ માલિક શોધી પરત કરી આપેલ હતું.

ગત રાત્રે ટંકારા તાલુકાના લજાઈ નજીકની હોટલ નજીક મોરબીના વિશીપરાના મુસ્લિમ યુવાન એજાજ મુસ્તાકભાઈ કાલડિયાને રસ્તા પર પડેલ પાકીટ નજરે પડ્યું હતું. પાકીટમાં જરૂરી ડોક્યુમેન્ટ હતા જેમાં પાનકાર્ડ,આધારકાર્ડ,એટીએમ અને પૈસા હતા. કોઈકનું પાકીટ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રોડ ઉપર પડી ગયું હોવાથી આ યુવાને સામાજિક જવાબદારી સમજી લજાઈ ચોકડીથી છેક પરત ટંકારા પોલીસ મથકે પહોચી પાકીટ મુળ માલિક સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી.

- text

ટંકારા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ અને સાઈબર ક્રાઈમ એક્સપર્ટ હુનહાર એ.એસ.આઈ ફારૂકભાઈ યાકૂબભાઈ પટેલે તાત્કાલિક આધારકાર્ડના આધારે કોન્ટેક્ટ નંબર ગોતી પાકીટના મુળ માલિક છૈયા રાજદીપ રહે.રાજાવડ વાળાને પરત કર્યુ હતું. પાકીટ પરત આપનાર મુસ્લિમ યુવકે સામાજીક જવાબદારી બખુબી નિભાવતા ફોજદાર એસ.એમ.રાણા સહિતના પોલીસ અને પાકીટ માલીકે આ કામગીરીને બીરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

- text