માળીયાના હરીપરમાં અગરીયા પરિવારની માતાઓ અને બાળકોને પૌષ્ટિક કીટનું વિતરણ

- text


માળીયા (મી.) : માળીયા(મી.) તાલુકાના હરીપરમાં રણ વિસ્તારના અગરિયાના બાળકોને ICDS વિભાગ અને અગરિયા હિત રક્ષક મંચ દ્વારા પૌષ્ટિક નાસ્તાનું વિતરણનું કરવામાં આવ્યું હતું.તથા કિશોરીઓ,સગર્ભા બહેનો,ધાત્રી માતાઓને ટી.એચ.આર.નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આરોગ્ય મોબાઈલ હેલ્થવાનના સ્ટાફ દ્વારા અગરીયાઓને આરોગ્ય માટેની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

માળીયા(મી.) તાલુકાના હરીપરમાં રણ વિસ્તારના બાળકો કુપોષિત ન રહે તે માટે ICDS વિભાગ અને અગરિયા હિત રક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતીસિંહ બી.બારૈયા તેમજ હરીપર અગર આંગણવાડી કેન્દ્રના કાર્યકર્તા સરોજબેન,રીટાબેન અને આરોગ્ય મોબાઈલ હેલ્થવાનના સ્ટાફ સાથે હરીપર અગર વિસ્તારોમાં અગરિયાઓને બાળકોને ગરમ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં થેપલા,ઢોકળા,વઘારેલા ચણા,કેળા વગેરે નાસ્તાનું આપવામાં આવ્યો હતો.તથા કિશોરીઓ,સગર્ભા બહેનો,ધાત્રી માતાઓને ટી.એચ.આર.નું વિતરણ પણ કરવમાં આવ્યું હતું.

- text

આરોગ્ય મોબાઈલ હેલ્થવાનના સ્ટાફ દ્વારા અગરીયાઓને આરોગ્ય માટેની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.ICDS વિભાગ દ્વારા માળીયા તાલુકાના રણ વિસ્તારોમા રણકાંઠાના આંગણવાડીના કાર્યકરો બહેન ગરમ નાસ્તા બનાવીને આરોગ્યવાનના રૂટ પ્લાન મુજબ જુદા-જુદા વિસ્તારોમાં અગરિયાના બાળકો,કિશોરીઓ,સગર્ભા બહેનો,ધાત્રી માતાઓને નાસ્તો અને ટી.એચ.આર.નું વિતરણ કરવા જશે તેવું નક્કી કરવામાં આવ્યું

- text